- વડોદરા નજીક વિરોદ ગામના ખેતરમાં મગર દેખાતા ગ્રામજનોમાં ફફડાટ
- ખાનગી સંસ્થાના કાર્યકરોએ રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી
- 10 ફૂટનો મહાકાય મગર રેસ્ક્યૂ કરી વનવિભાગને સોંપવામાં આવ્યો
વડોદરાઃ જિલ્લા નજીક વિરોદ ગામના ખેતરમાંથી ખાનગી સંસ્થાના કાર્યકરોએ 10 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યૂ કર્યું છે. જે બાદ આ સંસ્થાએ મગર વન વિભાગને સોંપ્યો હતો.
મગર ઈજાગ્રસ્ત
હાલ ઉત્તરાયણ પર્વમાં પતંગ દોરાથી ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર હેતુ વિવિધ સંસ્થાઓ અને વનવિભાગ તંત્ર સજ્જ બન્યું છે, ત્યારે આવા જીવ રક્ષકો દ્વારા ઉત્તરાયણ પર્વ સમયે ઈજાગ્રસ્ત મગરનો જીવ બચાવ્યો હોવાની ઘટના વડોદરામાં બની હતી. શહેર નજીક હરણી ગામ પાસે આવેલા વિરોદ ગામના એક ખેતરમાં મગર દેખાદેતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. આ બનાવ અંગેની જાણ થતાં હેમંત વઢવાણાની ટીમ તાત્કાલિક વિરોદ ગામ પહોંચી હતી. જ્યાં ખેતરમાં 10 ફૂટના મગરનું રેસ્ક્યૂ કર્યું હતું. આ રેસ્ક્યૂ દરમિયાન મગર ઈજાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું હતું. જેથી મગરને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડી અનુકુલીત વાતાવરણમાં છોડી મુકવાની તજવીજ હાથ ધરી હતી.