અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન કરજણના ધારાસભ્ય અક્ષયકુમાર પટેલ દ્વારા વડોદરા શહેરના ઔધોગિક એકમોના બાકી વેરા અંગે પુછાયેલા પ્રશ્નના જવાબમાં નાણા પ્રધાન નિતીનભાઈ પટેલે જવાબ રજૂ કર્યો હતો કે, વડોદરામાં 8,730 ઉધોગકારો પાસેથી સેલ્સ ટેક્સ, વેટ, અને જી.એસ.ટી. જેવા વેરાઓની કુલ બાકી લેણા રૂ.6,897 કરોડ અને રૂ.67 લાખ લેવાના બાકી નીકળે છે. આ લેણા વિવિધ સતાધિકારીઓ દ્વારા આપવામાં આવેલા બાકી હુકમ સિવાયના છે. આ ઉધોગકારો પાસેથી સરકાર વિવિધ કાયદા અન્વયે પગલાં લઈ રહી છે, તો બાકી વેરા વસુલાતની કવાયત પણ ચાલુ છે.
વડોદરાના ઉદ્યોગોના વેરાની બાકી રકમ અધધ...6,897 કરોડ - taxes from the government
ગુજરાત સરકાર દ્વારા વસુલાતા વેરા પ્રજાજનોના હિત પાછળ ખર્ચ કરવામાં આવે છે. આ વેરાઓની સમયસરની વસૂલાત રાજ્યની આર્થિક સદ્ધરતાનું પ્રતિક છે. આથી જ સરકાર દર વર્ષે વેરા વસુલાતનું લક્ષ્ય પણ રાખે છે, પરંતુ ક્યારેક સરકારી આંટીઘૂંટી, વેરા ન ભરવાની વૃત્તિ કે વિવિધ તરકીબો દ્વારા વેરા ટાળવાની વૃત્તિ રાજ્યની તિજોરીને મોટુ નુકસાન પહોંચાડી રહી છે. ગુજરાત વિધાનસભામાં વડોદરાના ટેક્સના બાકી લેણા બાબતે પૂછાયેલા સવાલના જવાબમાં જાણવા મળ્યું હતું.
વડોદરાના ઉદ્યોગ પાસેથી સરકારની વિવિધ વેરા પેટે 6,897 કરોડની વસૂલી બાકી
ઉલ્લેખનીય છે કે, ગુજરાત જેવા ઔધોગિક રાજ્યના મોટાભાગની આવક ઉદ્યોગો પરના કર દ્વારા જ પ્રાપ્ત થાય છે, જો કર ભરવામાં આવી ઢીલાશ રાખવામાં આવે કે, પછી કરચોરીની વૃત્તિઓ વધે તો રાજ્યની આવકમાં ઘટાડો થતા વિકાસના કામો પર બ્રેક લાગી શકે છે, તો આ જ આવક થી જે સરકાર માળખાકીય સુવિધાઓ લોકો માટે ઉભી કરે છે, તેમાં પણ બ્રેક વાગશે.