રાજ્યના મોટા ભાગના શહેરોમાં CAAના વિરોધમાં બંધ દરમિયાન થયેલા તોફાનોની જેમ વડોદરામાં પણ તોફાન અને પથ્થરમારાની ઘટના ઘટી હતી. શહેરના હથીખાના વિસ્તારમાં તોફાની ટોળા દ્વારા પથ્થરમારો કરી પોલીસ પર હુમલો કરી વાહનોને નુકસાન પહોચાડ્યું હતું.
વડોદરામાં હાથીખાનાના તોફાનો મામલે વધુ 5 પથ્થરબાજોની ધરપકડ - vadodra news
વડોદરા: શહેરમાં હાથીખાનાના તોફાનોમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે વધુ 5 પથ્થરબાજોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરા શહેરમાં હાથીખાનાના તોફાનો મામલે વધુ 5 પથ્થરબાજોની ધરપકડ
હાથીખાના વિસ્તારમાં આવેલ મસ્જિદ પાસે થયેલ પથ્થરમારામાં ACP અને PI સહિના કેટલાક પોલીસ કર્મીઓને ઇજાઓ પણ પહોંચી હતી. પથ્થરમારા અને તોફાનીઓને આશરો આપનાર લોકોની પણ પોલીસે ધરપકડ કરી હતી. જો કે, હાથીખાના મસ્જિદ પાસે થયેલ પથ્થરમારામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વધુ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.