ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં ફાયર NOC વગર ચાલતી વધુ 5 હોસ્પિટલને સીલ કરાઈ

ગુજરાત હાઈકોર્ટની સૂચના બાદ વડોદરામાં ફાયર NOC વગરની કોવિડ હોસ્પિટલ્સ વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બીજા દિવસે તંત્ર દ્વારા ફાયર NOC ન હોય તેવી 5 હોસ્પિટલ્સને નોટિસ આપવામાં આવી હતી. આ સાથે વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 19 હોસ્પિટલોને નોટિસ આપીને સીલ મારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરામાં ફાયર NOC વગર ચાલતી વધુ 5 હોસ્પિટલને સીલ કરાઈ

By

Published : Jun 6, 2021, 8:59 PM IST

  • ફાયર બ્રિગેડ દ્વારા બીજા દિવસે પણ નોટિસ આપવાનું યથાવત
  • ફાયર બ્રિગેડ દ્વારા વધુ 5 હોસ્પિટલોને નોટિસ પાઠવવામાં આવી
  • અત્યાર સુધી કુલ 19 હોસ્પિટલને ફાયર NOC ન હોવાથી નોટિસ


વડોદરા: ગુજરાત હાઇકોર્ટની સૂચના બાદ વડોદરા શહેરનું તંત્ર જાગ્યું હતું અને ફાયર NOC વગર ચાલતી કોવિડ હોસ્પિટલને નોટિસ આપવાનું શરૂ કર્યું હતું. ફાયર બ્રિગેડ દ્વારા 5 કોવિડ હોસ્પિટલને સીલ મારવામાં આવી હતી. 3 દિવસમાં ફાયર બ્રિગેડે 19 જેટલી NOC વગર ચાલતી કોવિડ હોસ્પિટલને સીલ મારી હતી. ત્રણ દિવસથી ફાયર બ્રિગેડનું તંત્ર કામગીરી કરી રહ્યું છે.

107 કોવિડ હોસ્પિટલ હજુ પણ NOC વગર જ ચાલી રહી છે

કોરોના મહામારીમાં 224 જેટલી કોવિડ હોસ્પિટલને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં 96 કોવિડ હોસ્પિટલ પાસે NOC હતી. જ્યારે 126 કોવિડ હોસ્પિટલ પાસે NOC ન હતી. ફાયર બ્રિગેડ દ્વારા 6 મહિનાથી નોટિસ આપવામાં આવે છે પરંતુ હોસ્પિટલના સંચાલકો NOC વગર જ કોવિડ હોસ્પિટલ ચલાવી રહ્યા છે અને દર્દીઓનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. તંત્ર દ્વારા 126 જેટલી હોસ્પિટલ પાસે NOC ન હોય એવી 19 હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી છે. ત્યારે 107 હોસ્પિટલ હજુ પણ NOC વગર ચાલી રહી છે. જો તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં નહીં આવે તો મોટી કોઈ દુર્ઘટના ઘટે તેનું જવાબદાર કોણ ?

તંત્ર દ્વારા માત્ર નોટિસ જ આપવામાં આવે છે

તંત્ર દ્વારા NOC વગર ચાલતી કોવિડ હોસ્પિટલને માત્ર નોટિસ આપવામાં આવે છે. નોટિસ મારીને માત્ર હોસ્પિટલના સંચાલક દ્વારા કોરોનાના નવા દર્દીઓને દાખલ કરવામાં નહીં આવે પરંતુ સીલનો ખરો મતલબ એ થાય છે કે, હોસ્પિટલનો પાણી અને વીજળીનું કનેક્શન જે ગેરકાયદે હોય તે કટ કરી દેવું અને મેન દરવાજો બંધ કરી દેવો પણ ફાયર બ્રિગેડ દ્વારા માત્ર નોટિસ મારીને ભ્રષ્ટાચારને આમંત્રણ આપી રહ્યું હોવાનું લાગી રહ્યું છે. હોસ્પિટલના સંચાલક દ્વારા નવી મર્સિડીઝ ગાડી લેવામાં આવે છે પરંતુ ફાયર બ્રિગેડ માંથી એન.ઓ.સી લેવામાં આવતી નથી.

ABOUT THE AUTHOR

...view details