વડોદરાઃ શિનોર તાલુકાના સાધલી, કુકસ, ટીંબરવા અને ટીંગલોદ ગામે 5 કોરોના પોઝિટિવ કેસો બહાર પડતાં આરોગ્યની ટીમ દ્વારા દરેકને વડોદરા લઇ જવાયા છે.
શિનોર તાલુકાના સાધલી,પુનમનગર (નુરાનીપાર્કમાં રહેતા ફ્રુટના વેપારી), નકુમ ઝાકીર હુસેન કમરૂદ્દીન, મંડાળીયા ફળિયામાં રહેતા રાઠોડ નાઝીરહુસેન સીકંદર-શાકના વેપારી, ટીંગલોદ ગામે વસાવા સીતા વિનોદભાઇ, કુકસ ગામે નકુમ ખેરૂબેન ઝાકીર અને ટીંબરવા ગામે પટેલ ઇલ્યાસ યુસુફભાઇને કોરોના પોઝિટિવ આવતા વડોદરા ખસેડાયા છે.
વડોદરાના શિનોર તાલુકામાં 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા - Vadodara shinor corona aavta aarogya ni team dodti
શિનોર તાલુકાના સાધલી, કુકસ, ટીંબરવા અને ટીંગલોદ ગામે 5 કોરોના પોઝિટિવ કેસ બહાર પડતાં આરોગ્યની ટીમ દ્વારા દરેકને વડોદરા લઇ જવાયા છે.
વડોદરા શિનોર તાલુકામાં 5 કોરોના પોઝિટિવ
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી યુ.વી. ટીલાવત દ્વારા સબંધિત વિસ્તારને નિયમાનુસાર કન્ટેન્મેન્ટ તરીકે જાહેરાત કરાશે. પોલીસ, આરોગ્ય ટીમ,એસ.ડી.એમ. મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર વગેરેની ટીમો સ્થળ પર હાજર રહી લોકોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.