ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાના ડેસર તાલુકામાં ટ્રેક્ટરની ચોરી કરતી ગેંગના 5 આરોપી ઝડપાયા - મહીસાગર

વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં ટ્રેક્ટર અને ટ્રોલીઓની ચોરી કરતા બે સગા ભાઈ સહિત 5 શખ્સોને જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 7.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. બંધ પડેલી હોટેલના કમ્પાઉન્ડમાં સોદો નક્કી કરવા ભેગા થતા એલસીબીએ ઝડપી પાડ્યા છે.

વડોદરાના ડેસર તાલુકામાં ટ્રેક્ટરની ચોરી કરતી ગેંગના 5 આરોપી ઝડપાયા
વડોદરાના ડેસર તાલુકામાં ટ્રેક્ટરની ચોરી કરતી ગેંગના 5 આરોપી ઝડપાયા

By

Published : Dec 24, 2020, 4:20 PM IST

  • હોટેલના કમ્પાઉન્ડમાંથી ટ્રેક્ટર-ટ્રોલી ચોરી કરતી ગેંગ ઝડપાઈ
  • 2 સગા ભાઈ સહિત 5 શખ્સોને જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યા
  • ડેસર પોલીસને હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી
  • પોલીસે આરોપીઓ પાસેથી રૂ.7.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

વડોદરાઃ જિલ્લાના ડેસર તાલુકાના ઉદલપુરમાં મહીસાગર હોટેલના કમ્પાઉન્ડમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. આ ગેંગના આરોપીઓ હોટેલના કમ્પાઉન્ડમાંથી ટ્રેક્ટર અને ટ્રોલી ચોરી કરતા હતા. પોલીસે આ ગેંગના પાંચ આરોપીને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓમાં બે આરોપી સગા ભાઈ છે. એલસીબીની ટીમે ચોરીના ત્રણ ટ્રેક્ટર અને ચાર મોબાઈલ ફોન મળી કુલ રૂ.7.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

વડોદરાના ડેસર તાલુકામાં ટ્રેક્ટરની ચોરી કરતી ગેંગના 5 આરોપી ઝડપાયા

બંધ પડેલી હોટેલ મહીસાગરના કમ્પાઉન્ડમાં પાંચેય શખ્સો ચોરીના ટ્રેકટર-ટ્રોલીનો સોદો નક્કી કરવા ભેગા થયા

જિલ્લા એલસીબીની ટીમને ચોરીના ટ્રેક્ટર-ટ્રોલીઓનો સોદો કરતા શખ્સો અંગે બાતમી મળી હતી. પોલીસે મહેશ મીર ભરવાડ (ઉ. 22, રહે. પ્રથમપુરા નદી પર, સાવલી મૂળ, સુરેન્દ્રનગર), કરસન ઉર્ફે હાપો ભરવાડ સિંઘવી (રહે. માણેકલા સીમ, ડેસર, અક્ષય રહે. મોટી વરનોલી, ડેસર), કિશન ભરવાડ સિંઘવી (રહે. માણેકલા સીમ, ડેસર અને મોહમદ અશરફ સિદિકી રહે. મુસ્લિમ સોસાયટી, ગોધરા)ને પકડ્યા હતાં.

વડોદરાના ડેસર તાલુકામાં ટ્રેક્ટરની ચોરી કરતી ગેંગના 5 આરોપી ઝડપાયા

ડુંગરીગામ, વરણોલી ગામથી ટ્રેક્ટર-ટ્રોલી ત્યારબાદ બ્લ્યૂ ટ્રોલીની ચોરી


મહેશ, કરસન, અક્ષય અને કિશને સ્વરાજ કંપનીના ટ્રેક્ટર તથા ટ્રોલીઓના સોદા માટે ગોધરાના વેપારી મોહમ્મદ સિદ્દિકીને પણ બોલાવ્યો હતો. બંધ પડેલી મહીસાગર હોટલના કમ્પાઉન્ડમાં પાંચેય વચ્ચે ચોરીના ટ્રે્ક્ટર ટ્રોલીઓનો સોદો ચાલતો હતો. તે દરમિયાન એલસીબીની ટીમે પાંચેયને પકડયા હતા. 19 નવેમ્બરે ડુંગરીગામ જવાના રોડે ખેતરની ઓરડીથી મહિન્દ્રાનું ટ્રેક્ટર-ટ્રોલીની ચોરી કરી હતી. ત્યારબાદ 3 ડિસેમ્બરે વરણોલી ગામ જવાના રોડ પરથી સ્વરાજ ટ્રેક્ટર તથા ટ્રોલી ઊઠાવી લીધી. અને છેવટે 12 ડિસેમ્બરે પણ વણસોલી ગામ પાછળ નદીમંથી એક બ્લ્યૂ ટ્રોલી ચોરી કરી હતી. એલસીબીએ પાંચેયની અટકાયત કરી ડેસર પોલીસને સોંપ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details