વડોદરાઃ શહેની ગોલ્ડન ચોકડી પાસે આવેલી સંગમ હોટલમાં રાત્રે 4 નબીરા જમવા ગયા હતા. જમ્યા બાદ બીલ માંગતા નબીરાઓએ હોટલ માલિક અને બે વેઇટર પર ઠંડા પીણા અને રસોડામાં વપરાતા સામનથી હુમલો કર્યો હતો. આ હુમલો કર્યા બાદ નબીરા ફરાર થઇ ગયા હતા.
વડોદરામાં હોટલ માલિક પર હુમલો કરી 4 નબીરા ફરાર
વડોદરાની સંગમ હોટલમાં 4 નબીરા જમવા આવ્યા હતા. જમ્યા બાદ બીલ આપવા બાબતે મારામારી થઈ હતી. જેમાં આ 4 નબીરાઓએ હોટલ માલિક તેમજ બે વેઈટરોને મારમારી ફરાર થઈ ગયા હતા.
રાત્રે 7.30 કલાક આસપાસ ચાર નબીરા કાર લઈ ગોલ્ડન ચોકડી પાસેની સંગમ હોટલમાં જમવા માટે ગયા હતા. હોટલ મેનેજર તથા માલિક જયવિર હેમરાજે કોવિડ-19ના લોકડાઉનના નિયમાનુસાર પાર્સલ આપવા જણાવ્યું હતું. યુવાનોએ હોટલમાં બેસી જમવા માટે રીકવેસ્ટ કરતા સંચાલકે મંજૂરી આપી હતી. યુવાનોએ જમી લીધા બાદ મેનેજર જયવિર મલીકે બીલ માંગતા યુવાનો એ ભાત સારા ન હોવાનું જણાવી ઝઘડો શરૂ કર્યો હતો.
આ ઝઘડામાં અજાણ્યા નબીરાઓએ ઠંડા પીણાની બોટલ વડે સંચાલકને મારી ઇજા પહોંચાડી હતી. શેઠ પર હુમલો કરતા વેઈટર મનોહર યાદવ દોડી આવતા હુમલાખોરોએ તેના માથામાં પણ કાચની બોટલ મારી ઇજા પહોંચાડી હતી. આ સાથે અન્ય વેઈટર જસવંત રાઠોડ મદદે આવતા તેના માથામાં લોખંડનો તાવિથો મારી 4 હુમલાખોરો ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે હોટલ સંચાલકે હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી વધું તપાસ હાથ ધરી છે.