વડોદરા: શહેરમાં રહેતી એક મહિલા, મેટ્રોમોનીયલ એપના (Matronial app) માધ્યમથી પોતાના બીજા લગ્ન જીવન માટે સાથી શોધી રહી હતી અને ત્યારે જ ડોક્ટર વિરાજ નામના દિલ્હીમાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા એક યુવકની માહિતી તેમના ધ્યાને આવે છે. સમગ્ર મામલામાં તેઓ, પોતાના નવા લગ્ન જીવન માટે આ વ્યક્તિ અને તેના પરિજનોનો સંપર્ક કર્યો હતો. સામાન્ય રીતે સમાજના રીતી રિવાજ મુજબ, જેમ બે પરિવારો પોતાના દીકરા દીકરીના લગ્ન માટેના આયોજનો કરતા હોય છે તે જ પ્રમાણે વડોદરાની ફરિયાદી મહિલાએ પણ દિલ્હીમાં રહેતા ડોક્ટર વિરાજના પરિવારજનો સાથે પોતાના પરિવારની મુલાકાતના માધ્યમથી આગળ વધવાનું નક્કી કર્યું હતું.
પુરુષ બનીને લગ્ન કર્યા:લગ્નના કેટલાક સમય બાદ મહિલાના ધ્યાને આવ્યું કે, તેનો પતિ એ પુરુષ નહીં પરંતુ સ્ત્રીમાંથી પુરુષ (A case of female to male) બનવા માટે પ્રયત્નશીલ છે. મહિલા ફરિયાદીને આ સમગ્ર મામલો ત્યારે, ધ્યાનમાં આવ્યું, જ્યારે તેની સાથે રહેતો અને પોતાની ઓળખ પુરૂષ તરીકે આપનાર ડોક્ટર વિરાજ, તેના પતિએ તેની સાથે સંબંધો બાંધતા દરમિયાન પોતે સ્ત્રી હોવાની વાત સ્વીકારી અને સ્ત્રી તરીકે જ પોતાની પત્ની સાથે સંબંધો રાખવાના પ્રયત્નો કર્યા. એક મહિલાએ બીજી મહિલા સાથે પોતે પુરુષ હોવાની કહી અને લગ્ન કર્યાની છેતરપિંડી અને અનૈતિક સંબંધો રાખવા માટેના દબાણ કરવા બાબતે શહેરના ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે