- વડોદરામાં કોરોના સંક્રમણનો વધારો
- SSG હોસ્પિટલ કોવિડ વૉર્ડના 12 ડૉક્ટરો અને 39 નર્સિંગ સ્ટાફને કોરોના સંક્રમણ લાગ્યું
- સંક્રમિત થયેલા ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફને તમામ હોમ આઇસોલેટેડ થયા
વડોદરાઃ શહેરમાં દિનપ્રતિદિન વધતા જતા કોરોનાના વ્યાપ વચ્ચે શુક્રવારના રોજ SSG હોસ્પિટલના 12 ડૉક્ટરો તેમજ કોવિડ વૉર્ડમાં ફરજ બજાવતા 39 નર્સિંગ સ્ટાફના કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચી ગયો છે. તમામ હોમ આઇસોલેટડ થયા છે.
SSG હોસ્પિટલના કોવિડ વૉર્ડના 39 નર્સિંગ સ્ટાફ તેમજ 12 તબીબો કોરોના સંક્રમિત કોરોના સંક્રમિત થયેલા ડૉક્ટરો સહિત નર્સિંગ સ્ટાફ હોમ ક્વોરેન્ટાઇન થયા
વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના કેસમાં વધારો થયો છે. તેની સાથે સાથે બિન સત્તાવાર કોરોના સારવાર દરમિયાન શંકાસ્પદ કોરોના દર્દીઓના મોત થઈ રહ્યા છે. તેવામાં શુક્રવારના રોજ વડોદરાની મધ્યગુજરાતની સૌથી મોટી SSG હોસ્પિટલના 12 ડૉક્ટરો અને કોવિડ વૉર્ડમાં ફરજ બજાવતા તેમજ ફરજ બજાવી ચૂકેલા સ્પેશિયલ નર્સિંગ સ્ટાફના 39 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા. હાલમાં હોમ આઇસોલેટેડ થઈ ઘરેથી જ કોવિડ સારવાર લઈ રહ્યા છે.
તબીબી અને નર્સિંગ સ્ટાફમાં ફફડાટ ફેલાયો
આ અંગે માહિતી આપતા SSG હોસ્પિટલ કોવિડ વૉર્ડના ઓબ્ઝર્વર ડૉ.ઓ.બી.બેલીમે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસોથી રોજે રોજ 3 થી 4 એમ મળી આજદિન સુધીમાં કોવિડ વૉર્ડના સ્પેશિયલ નર્સિંગ સ્ટાફના 27થી વધુ કર્મચારીઓ અને 12 ડૉક્ટરો કોરોના સંક્રમિત થયા છે. હાલ તેઓ હોમ ક્વોરેન્ટાઇન થયા છે. જેઓની તબિયત સુધારા પર છે. કોઈ ગંભીર બાબત નથી વધુમાં તેમને જણાવ્યું હતું કે, પેનિક થવાની કે રસી મુકાવવાની તેઓને જરૂર નથી ઘરમાં રહીને જ સારવાર કરી શકાય છે. જોકે નોંધનીય છે કોવિડ વૉર્ડમાં જ ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફના જ કર્મચારીઓ તેમજ ડૉક્ટરો કોરોનામાં સપડાતા અન્ય તબીબી અને નર્સિંગ સ્ટાફમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.