વડોદરા:શહેરમાં ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા 39 બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર દરેક બાળકોને હાલ પુનર્વસન બાળ સુરક્ષા એકમને સોંપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે લગભગ દરેક શહેરમાં ટ્રાફિક સિગ્નલ પર મોટા પાયે બાળકો ભીખ માંગતા નજરે પડે (39 children rescued from begging in Vadodara) છે.
નાયબ પોલીસ કમિશનર લીના પાટીલે જણાવ્યું હતું કે, સમાજ કલ્યાણ વિભાગના બાળ સુરક્ષા એકમ સાથે પોલીસની એક ટીમે શહેરના વિવિધ સ્થળોએથી 39 ભીખ માંગતા બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બાળકોના માતા-પિતાની પૂછપરછ કરવામાં આવશે અને બાળકોનું અપહરણ કરીને તેમને ભીખ માંગવા માટે દબાણ કરવામાં ન આવે તેની ખાતરી કરવા માટે તેમની પૃષ્ઠભૂમિની તપાસ કરવામાં આવશે.