સરદાર પટેલના જન્મ દિવસે એટલે કે, ૩૧મી ઓક્ટબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વડોદરા શહેરમાં પણ સરદાર પટેલની જન્મ જયંતી નિમિતે વહેલી સવારે રન ફોર યુનિટીની સાથે રાષ્ટ્રીય એકતાના શપથ અને સાંજના સમયે સુરક્ષા દળો દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર માર્ચ પોસ્ટનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. જેને સફળ બનાવવા માટે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ સાથે તેમજ પોલિસ, એનડીઆરએફ, એરફોર્સ, ભારતીય સેનાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
વડોદરામાં રન ફોર યુનિટીના માધ્યમથી રાષ્ટ્રની એકતાનો સંદેશ અપાશે - રન ફોર યુનિટી
વડોદરા: રન ફોર યુનિટીના માધ્યમથી રાષ્ટ્રની એકતાનો સંદેશો આપવામાં આવશે. સરદાર પટેલની જન્મ જયંતિ નિમિતે રન ફોર યુનિટી અને સુરક્ષા દળો દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર માર્ચ પોસ્ટ યોજાશે. જેમાં નાગરિકો રાષ્ટ્રીય એકતાના શપથ લેશે.
![વડોદરામાં રન ફોર યુનિટીના માધ્યમથી રાષ્ટ્રની એકતાનો સંદેશ અપાશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4836153-453-4836153-1571750963264.jpg)
vdr
આ બેઠકમા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે ૩૧મી ઓક્ટોબરે સરદાર પટેલ જન્મ જયંતિના અવસરે યોજાનાર રન ફોર યુનીટીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો તે માટે પ્રયત્ન કરવા અને તે માટેનું આયોજન કરવા સૂચના આપી હતી. આ બેઠકમાં શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત તેમજ અધિકારીઓ અને સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યા હતાં.