ગુજરાત

gujarat

ETV Bharat / state

ચોરીના ઇરાદે ઘુસેલા 3 ખૂંખાર લૂંટારૂ આખરે પોલીસના સકંજામાં - Old people

વડોદરાઃ ગોત્રી વિસ્તારમાં ચોરીના ઇરાદે ઘુસેલા લૂંટારાઓને એક સજાગ દંપતીની મદદથી પોલીસ પકડી પાડવામાં સફળ રહી હતી.

ચોરીના ઇરાદે ઘુસેલા 3 ખૂંખાર લૂંટારુ આખરે પોલીસના સકંજામાં

By

Published : May 31, 2019, 12:56 PM IST

મળતી માહિતી મુજબ, વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારમાં આવેલ કુણાલ ચાર રસ્તા પાસે રહેતા અને નિવૃત જીવન ગુજારતા સુધીરભાઈ શાહ અને તેમના પત્ની રાત્રે બેડરૂમમાં સૂઈ ગયા હતા. તેમનો પુત્ર મિત્રના ઘેર ગયો હતો. જોકે આ સમયનો લાભ લઈ લૂંટારૂ ચોરીના ઈરાદે ઘરમાં ઘુસ્યા હતા.

જો કે, ઘરમાં અજાણ્યા શખ્સોનો અવાજ સાંભળતા દંપતી જાગી ગયું હતું. તેમણે રસોડામાં તપાસ કરતા 3 અજાણ્યા શખ્સો અંદર લૂંટ કરતા હતા. મકાન માલિકે બૂમ પાડતાં 3 લૂંટારૂઓએ દંપતિ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ આ લૂંટારૂઓ પહેલા માળે બેડરૂમમાં લૂંટ કરવા ગયા તે વખતે સમય મળતા મકાન માલિકે તાત્કાલિક પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી હતી. પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને લૂંટના મુદ્દામાલ સાથે 3 આરોપીઓને ઝડપી પાડયા હતા..

ચોરીના ઇરાદે ઘુસેલા 3 ખૂંખાર લૂંટારુ આખરે પોલીસના સકંજામાં

ABOUT THE AUTHOR

...view details