વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ડુંગરીપૂરા ગામે પ્રાણી ક્રૂરતા નિવારણ બ્યુટી વિથ આઉટ બ્યુટાલીટી વાઈલ્ડલાઈફ ક્રાઈમ કન્ટ્રોલ બ્યુરો અને વન વિભાગ વડોદરા સાવલી સામાજિક વનીકરણના સંયુક્ત ઓપરેશનથી આરોપી સાથે નકલી નોટોના બંડલ રાખી વેપારનું છટકું ગોઠવી સાવલી તાલુકાના જુના શિહોરા ગામના ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
વડોદરા: તાંત્રિક વિધિમાં ઘુવડનો ઉપયોગ કરતા 3 ઝડપાયા, 1 ફરાર - વડોદરા ન્યૂઝ
વડોદરા: જિલ્લાના સાવલી પાસેના ડુંગરીપુરા ગામ પાસેથી તાંત્રિક વિધિમાં ઉપયોગમાં આવનાર ઘુવડને ત્રણ આરોપી સાથે વનવિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. જયારે અન્ય એક આરોપી હજુ ફરાર છે.
etv bharat
જયારે આ બનાવમાં એક આરોપી હજુ પણ ફરાર છે. છેલ્લા કેટલાક સમયથી વનવિભાગ આ શખ્સો પર વોચ ગોઠવી હતી. જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી અને ફરાર એક શખ્સને ઝડપવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.