- ગુજસીટોકના ગુના હેઠળ બિચ્છુ ગેંગના વધુ 3ની ધરપકડ
- ગેંગવોરની આશંકા વચ્ચે પંદર આરોપીને રાજ્યની અલગ અલગ જેલમાં ધકેલાયા
- કુલ 20 આરોપીની અત્યાર સુધી ધરપકડ કરાઈ
વડોદરા: હત્યા, હત્યાની કોશિશ, ખંડણી, અપહરણ, ધાકધમકી સહિતના ગંભીર ગુના આચરનારા કુખ્યાત બિચ્છુ ગેંગના અસલમ ઉર્ફ બોડીયા હૈદરમીયાં શેખ અને તેના 25 સાગરીતો સામે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધી ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઈમ એક્ટ( ગુજસીટોક )ના કાયદા મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે બિચ્છુ ગેંગના 26 પૈકી ભાગેડુઓની તબક્કાવાર ધરપકડ કરી હતી. કુલ 20 આરોપીની અત્યાર સુધી ધરપકડ કરાઈ છે, જ્યારે અસલમ સહિત પાંચની સધન પુછપરછ ચાલી રહી છે.
ત્રણ આરોપીઓની અમદાવાદના શાહઆલમ વિસ્તારમાંથી ધરપકડ
ગત રવિવારે મોડી રાત્રે ગેંગના મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયો અને તેનો સાગરીત સોએબઅલી ઉર્ફે બાપુ યુસુફઅલી સૈયદની બોડેલી પાસે જુહાપુરા દરગાહ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. તેઓ હાલ રિમાન્ડ હેઠળ છે. ત્યારબાદ પોલીસે વધુ ત્રણની ધરપકડ કરી હતી, જેમાં યાકુતપુરા મીનારા મસ્જીદ પાસે રહેતા અસપાક ઉર્ફ બાબા ઇકબાલ શેખ, યાકુતપુરા ચોરાની પાછળ રહેતા શાહરૂખ અબ્દુલહબીબ પઠાણ તથા ફત્તેપુરા પાંજરીગર મહોલ્લા ખાતે રહેતા સુલતાન સતારભાઇ મિરાશીનો સમાવેશ થાય છે. આ ત્રણેયની અમદાવાદના શાહઆલમ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
તમામને અલગ-અલગ જેલમાં મોકલવાનો અદાલતે આદેશ આપ્યો