ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા: કરજણના કોલીયાદ ગામની તલાવડીમાં ડૂબી જતાં એક જ પરિવારના 3 બાળકોના મોત - boys drowned in karjan taluk

કરજણ તાલુકાના કોલીયાદ ગામમાં આવેલી તળાવડીમાં 3 તરુણો ડૂબી જતા ભારે હાહાકાર મચી જવા પામ્યો હતો. એક જ પરિવારના 3 બાળકોના મોતથી પરિવારજનોએ હૈયાફાટ રુદન કરતા ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

કરજણના કોલીયાદ ગામની તલાવડીમાં ડૂબી જતાં એક જ પરિવારના 3 બાળકોના મોત
કરજણના કોલીયાદ ગામની તલાવડીમાં ડૂબી જતાં એક જ પરિવારના 3 બાળકોના મોત

By

Published : Dec 9, 2020, 4:44 PM IST

  • કરજણના કોલીયાદ ગામની તળાવડીમાં ડૂબી જવાથી એક જ પરિવારના ત્રણ બાળકોના મોત
  • પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ
  • મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે આગળની તપાસ હાથ ધરી
    કરજણના કોલીયાદ ગામની તલાવડીમાં ડૂબી જતાં એક જ પરિવારના 3 બાળકોના મોત

વડોદરા: કરજણ તાલુકાના કોલીયાદ ગામમાં કરૂણાંતિકા સર્જાઈ હતી. ગામની તળાવડીમાંથી 3 કિશોરોના મૃતદેહો મળી આવતા ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે. પ્રાપ્ત માહિતી મુજબ કોલીયાદ ગામના રબારી વાસમાં રહેતા સુરેશભાઇ સાનિયાના 3 પુત્રો મધુરકુમાર, ધ્રુવકુમાર તેમજ ઉત્તમકુમાર ગતરોજ બપોરના લાપતા બન્યા હતા. લાપતા બનેલા કિશોરોની તેમના પરિવારજનોએ શોધખોળ આદરી હતી પણ તેઓ મળી આવ્યા ન હતા. જે સંદર્ભે કરજણ પોલીસ મથકમાં પણ જાણ કરાઈ હતી.

કરજણના કોલીયાદ ગામની તલાવડીમાં ડૂબી જતાં એક જ પરિવારના 3 બાળકોના મોત
કરજણના કોલીયાદ ગામની તલાવડીમાં ડૂબી જતાં એક જ પરિવારના 3 બાળકોના મોત

તળાવડીમાં ક્રિકેટ બોલ તરતો જોવા મળ્યો, શોધખોળ કરતાં મૃતદેહ મળી આવ્યા

બુધવારના રોજ સવારે ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં આવેલી તળાવડીમાં એક ક્રિકેટ બોલ તરતો જોવા મળ્યો હતો. જેના આધારે શોધખોળ આદરતા ત્રણેય કિશોરોના મૃતદેહો તળાવડીમાં હોવાના અનુમાનના આધારે તળાવડીમાં વાંસ નાખતા એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે અન્ય બે લાપતા બનેલા કિશોર પણ તળાવમાંથી મળી આવતા આ કરૂણાંતિકા ક્રિકેટ બોલના કારણે સર્જાઇ હોવાની ચર્ચાઓ થઈ રહી છે. કિશોરોના મૃતદેહોને તળાવડીમાંથી બહાર કાઢતી વખતે તેમના પરિવારજનોના હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગમગીન બની જવા પામ્યું હતું. ઘટનાની જાણ થતા કરજણ પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્રણ કિશોરના મૃતદેહોનો કબ્જો મેળવી પી.એમ અર્થે કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયા હતા. આમ નાનકડા ગામમાં સર્જાયેલી કરૂણાંતિકાના પગલે ગામમાં ઘેરા શોકની લાગણી જોવા મળી હતી. ઘટના સંદર્ભે વધુ તપાસ કરજણ પોલીસ ચલાવી રહી છે.

કરજણના કોલીયાદ ગામની તલાવડીમાં ડૂબી જતાં એક જ પરિવારના 3 બાળકોના મોત
કરજણના કોલીયાદ ગામની તલાવડીમાં ડૂબી જતાં એક જ પરિવારના 3 બાળકોના મોત

ABOUT THE AUTHOR

...view details