- કરજણ ગંધારા સુગર ફેકટરીની 29મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
- સુગર ફેક્ટરી પુનઃ શરૂ કરવા નિર્ધાર કરવામાં આવ્યો
- સહકારી આગેવાનોએ સહાય અંગેની વિસ્તૃત માહિતી આપી
વડોદરાઃ મધ્યગુજરાતની ગણનાપાત્ર વડોદરા ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટીવ સુગર કેન ગ્રોઅર્સ યુનિયનની નર્મદા સુગર ઉદ્યોગ ધારીખેડાના ચેરમેન અને નર્મદા જિલ્લાના ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલના અધ્યક્ષ સ્થાને કરજણ ગંધારા સુગર ફેક્ટરીમાં 29મી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી.
ગંધારા સુગર ફેક્ટરીમાં સભા યોજાઇ
ગંધારા સુગર ફેક્ટરીમાં આયોજીત 29 મી વાર્ષિક સાધારણ સભામાં નર્મદા જિલ્લાના સહકારી આગેવાન ઘનશ્યામભાઈ પટેલ, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ માજી ધારાસભ્ય સતીશ પટેલ નિશાળીયા તેમજ બોર્ડ ઓફ ડિરેકટર અને સભાસદો, ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કરજણની ગંધારા સુગર ફેક્ટરી ખાતે મળી 29મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ ખેડૂતોને આર્થિક રીતે ફાયદા માટેના પ્રયાસ
આજની સભામાં ગંધારા સુગર ફેકટરીમાં શેરડીનું પુનઃ પિલાણ કરી ફેક્ટરી ધમધમતી કરવાનો નિર્ધાર જાહેર કર્યો હતો. તેમજ ખેડૂતોને શેરડીનું વાવેતર કરવા અને ગંધારા સુગર ફેક્ટરીને પુનઃ શરૂ કરવામાં સહયોગની અપીલ કરાઇ હતી. આજની સભામાં ખેડૂતોને આર્થિક રીતે ફાયદો થાય તે હેતુસર શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવી શકાય એવી પણ યોજના ઘડાઈ તેમજ કેન્દ્ર સરકાર તરફથી સુગર ફેકટરીઓને મળવા પાત્ર લોન સહાય અંગેની વિસ્તૃત માહિતી સહકારી આગેવાનોએ રજૂ કરી હતી. આજની ગંધારા સુગર ફેકટરીની વાર્ષિક સાધારણ સભા શાંતિ પૂર્ણ વાતાવરણમાં સમાપ્ત થતાં આગેવાનોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.