વડોદરાસંસ્કારી નગરી વડોદરામાં સંસ્કૃતિને જાળવી રાખવા માટે અનેક ઇવેન્ટ થાય છે. અહીંના હેરિટેજ અને વારસો જાળવવા માટે તંત્ર દ્વારા પણ પ્રયત્ન થાય છે. શહેરના લક્ષ્મી વિલાસ પેલેસમાં (Vadodara Laxmi Vilas Palace) એશિયાનો સૌથી મોટો કાર શૉ (Vintage Car show in Vadodara) યોજાયો હતો. અહીં ક્યારેય ન જોઈ હોય તેવી કાર જોવા મળ્યું હતું. આ શોમાં 9 રોલ્સ યોયલ સાથે 200થી વધુ વિવિધ કંપનીની કારો જોવા (Vintage Car Collection in Vadodara) મળી હતી. આ શૉમાં 1902થી 1975 સુધીની કારોનું કલેક્શન જોવા મળ્યું હતું.
એશિયાનો સૌથી મોટો કાર શૉઆ પહેલા લક્ષ્મી વિલાસ પેલેસથી (Vadodara Laxmi Vilas Palace)સ્ટેચ્યૂ ઑફ યુનિટી સુધી હેરિટેજ કારની રેલી યોજાઈ હતી. ત્રિદિવસીય કાર શૉનો પ્રારંભ રાજવી પરિવારે કરાવ્યો હતો. અહીં કારને નિહાળવા માત્ર દેશ જ નહીં, પરંતુ વિદેશી લોકો પણ આવ્યા હતા. કારણ કે, આ હેરિટેજ કાર શૉ એશિયાનો (Asia Largest Vintage Car show in Vadodara) સૌથી મોટો કાર શો હોવાથી અહીં 200થી વધારે કાર જોવા મળી હતી.
રાજવી પરિવારની ઉપસ્થિતિમાં પ્રારંભરાજમાતા શુંભાગિની દેવી ગાયકવાડે રિબીન કાપી આ હેરિટેજ કાર શોનો પ્રારંભ (Asia Largest Vintage Car show in Vadodara) કરાવ્યો હતો. આ તકે સમસ્ત રાજવી પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. સમરજિતસિંહ ગાયકવાડ, મહારાણી રાધિકારાજે ગાયકવાડ ઉપસ્થિત રહ્યાં હતાં. વડોદરાવાસીઓ તેમજ દેશ-વિદેશમાંથી પધારેલ લોકો આ હેરીટેજ કાર શોને ત્રણ દિવસ સુધી નિહાળી શકશે.