ગુજરાત

gujarat

By

Published : Feb 13, 2020, 10:36 PM IST

ETV Bharat / state

ધંધામાં પ્રગતિ થાય તે માટે બગલામુખી યંત્ર બનાવી 21.80 લાખ પડાવ્યાં

2 કરોડની ખોટ જતાં ધંધામાં પ્રગતિ થાય તે માટે વારસિયા રિંગ રોડના બગલામુખી બ્રહ્માસ્ત્ર મંદિરના ગુરુ ડૉ.પ્રશાંત ઉપાધ્યાયને મળેલા ફેકટરી માલિકને ગુરુ પ્રશાંત ઉપાધ્યાયે ધંધો સારી રીતે ચાલે તે માટે રોકડા રૂપિયા અને સોનું લઈ બગલામુખી યંત્ર બનાવી સ્થાપિત કરવું પડશે. તેમ જણાવી 21.80 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ વારસિયા પોલીસમાં નોંધાઈ હતી. પોલીસે પ્રશાંત ઉપાધ્યાય સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

aa
ધંધામાં પ્રગતિ થાય તે માટે બગલામુખી યંત્ર બનાવી 21.80 લાખ પડાવ્યાં

વડોદરાઃ 2 કરોડની ખોટ જતાં ધંધામાં પ્રગતિ થાય તે માટે વારસિયા રિંગ રોડના બગલામુખી બ્રહ્માસ્ત્ર મંદિરના ગુરુ ડૉ.પ્રશાંત ઉપાધ્યાયને મળેલા ફેકટરી માલિકને ગુરુ પ્રશાંત ઉપાધ્યાયે ધંધો સારી રીતે ચાલે તે માટે રોકડા રૂપિયા અને સોનું લઈ બગલામુખી યંત્ર અને યંત્ર બનાવી સ્થાપિત કરવું પડશે. તેમ જણાવી 21.80 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ વારસિયા પોલીસમાં નોંધાઈ હતી. પોલીસે પ્રશાંત ઉપાધ્યાય સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

ધંધામાં પ્રગતિ થાય તે માટે બગલામુખી યંત્ર બનાવી 21.80 લાખ પડાવ્યાં

બાસ્કામાં કાસ્ટિંગ મશીન પાર્ટસની ફેકટરી ધરાવતા દેવરાજભાઇ ભાનુભાઇ પંડયાએ વારસિયા પોલીસમાં પ્રશાંત ઉપાધ્યાય (રહેવાસી, દયાનંદ પાર્ક, મધર્સ સ્કૂલ પાછળ, ગોત્રી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, 2014માં તેમને ધંધામાં 2 કરોડની ખોટ જતાં તેમને તેમના મિત્ર કિંજલ વ્યાસે તમામ સમસ્યાનું સમાધાન કરાવી આપીશ તેમ જણાવી વારસિયા રિંગ રોડ પરના બગલામુખી બ્રહ્માસ્ત્ર વિદ્યામંદિરમાં તેમના ગુરુ પ્રશાંત ઉપાધ્યાય પાસે લઈ ગયા હતા.

પ્રશાંત ઉપાધ્યાયે તેમના ઘર અને ફેકટરીની મુલાકાત લીધા બાદ હું કહું ત્યાં મારા દ્વારા સિદ્ધ કરેલા યંત્રો મૂકવા પડશે, તેમ જણાવ્યું હતું અને ધંધો સારો ચાલશે તેવી આશા અપાવી હતી. ડૉ.પ્રશાંત ઉપાધ્યાયે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરાવી સિદ્ધ કરેલા યંત્રો બનાવવા માટે તમારા ઘરનું સોનું આપવું પડશે તેમ જણાવતાં દેવરાજ પંડયાએ 12 લાખ રૂપિયા અને 3 લાખ રૂપિયા અલગથી દર મહિને યજ્ઞ માટે આપ્યા હતા.

આ ઉપરાંત તેમણે મંદિરમાં ચાલતા અન્નક્ષેત્ર માટે એક વર્ષ સુધી દર મહિને 15 હજાર આપ્યા હતા. તેણે પ્રશાંત ઉપાધ્યાયને 21.80 લાખ લીધા હતા.જેમાં 16.80 લાખ હરીશ પટેલ પાસેથી હાથ ઉછીના લીધા હતા.જો કે, ત્યારબાદ તેમણે પ્રશાંત ઉપાધ્યાયને વારંવાર પોતાનું કામ થયુંના હોવાનું જણાવતાં તેમણે સમય લાગશે. કામ થઇ જશે તેમ જણાવ્યું હતું. પણ કામ ન થતાં તેમણે 21.80 લાખ પરત માંગતા પ્રશાંત ઉપાધ્યાયે ગુસ્સે થઇ બૂમો પાડીને ધમકાવ્યા હતા અને હવે પછી પૈસા માંગ્યા તો કુટુંબ અને ધંધાની દશા બગાડી દઇશ તેવી ધમકી આપી હતી. જે અંગેની ફરિયાદ વડોદરા શહેરના વારસિયા પોલીસ મથકે નોંધાતા પોલીસે આ અંગે વધુ તપાસ આરંભી છે.

ABOUT THE AUTHOR

...view details