- નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલ શિક્ષિકાનું કોરોનાના કારણે મોત
- 200થી વધુ કર્મચારી કોરોના સંક્રમિત થતા હાહાકાર મચ્યો
- 71 કર્મચારીઓ પરિવાર સાથે રિફાઇનરી ટાઉનશીપમાં રહે છે
વડોદરાઃ શહેરના નજીક આવેલી નંદેસરી ઔદ્યોગિક એકમની કંપનીમાં ફરજ બજાવતા 200થી વધુ કર્મચારીઓને કોરોના થતા સમગ્ર પંથકમાં ભારે હાહાકાર મચી ગયો હતો. કોરોનાના કારણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શિક્ષિકાનું મોત થતા શિક્ષકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ઔદ્યોગિક એકમ નંદેસરીમા 200થી વધુ કર્મચારી કોરોના સંક્રમિત
ગોધરામા કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે વડોદરાની રિફાઇનરીમા કોરોનાના કેસ વધુ જોવા મળ્યા હતા. શહેર નજીક આવેલા ઔદ્યોગિક એકમમાં અનેક કર્મચારીઓ ફરજ બજાવ છે. જેમાથી 200થી વધુ કર્મચારી કોરોના સંક્રમિત થતા સમગ્ર પંથકમાં ભારે હાહાકાર મચી ગયો હતો. જેમાં જીએસિએલ, દિપક નાઈટ્રેટ , ગુજરાત રિફાઇનરી, કોરોમંડલ્મ સહિતની કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. રિફાઇનરીના કર્મચારીઓ તેમજ તેમના પરિવારના સભ્યો મળીને કુલ 166 થી વધુ લોકો સંક્રમિત થયા છે. સંક્રમિત થયેલા બાકીના 71 કર્મચારીઓ પરિવાર સાથે રિફાઇનરી ટાઉનશીપમાં રહે છે, ત્યારે રિફાઇનરીમાં આટલી હદે કોરોના વકરવાની પ્રથમ ઘટના બની છે. નંદેસરી ખાતે આવેલી અનેક જાણીતી કંપનીના કર્મચારીઓને તંત્ર દ્વારા હોમકોરોન્ટાઇન કર્યા બાદ સારવાર શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃવડોદરાના ઔદ્યોગિક એકમમાં આવેલી SBI બેન્કના બ્રાન્ચ મેનેજર સહિત 12 લોકો કોરોના પોઝિટિવ