ગુજરાત

gujarat

ETV Bharat / state

Russia Ukraine war : યુક્રેનથી બે વિધાર્થીઓ વડોદરા પરત ફર્યા, પૂર્વ આર્મી ઓફિસરોએ કર્યું સ્વાગત

વડોદરાના બે વિધાર્થીઓ યુક્રેનથી પરત ફરતા (Students Vadodara Return from Ukraine) પરિવાર તેમજ પૂર્વ આર્મી ઓફિસરોએ દ્વારા સ્વાગત કર્યું હતું. આ બંને વિદ્યાર્થીઓએ યુક્રેનની (Russia Ukraine war) હાલની સ્થિતિ વિશે જણાવ્યું હતું.

Russia Ukraine war : યુક્રેનથી બે વિધાર્થીઓ વડોદરા પરત ફર્યા, પૂર્વ આર્મી ઓફિસરોએ કર્યું સ્વાગત
Russia Ukraine war : યુક્રેનથી બે વિધાર્થીઓ વડોદરા પરત ફર્યા, પૂર્વ આર્મી ઓફિસરોએ કર્યું સ્વાગત

By

Published : Mar 4, 2022, 2:01 PM IST

વડોદરા : યુક્રેનમાં MBBSનો અભ્યાસ કરતા બે વિદ્યાર્થી દિલ્હી થઈ વડોદરા (Students Vadodara Return from Ukraine) એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં બંને વિદ્યાર્થીઓના પરિવારજનો અને પૂર્વ આર્મી ઓફિસરોએ બંનેને આવકાર્યા હતા.

યુક્રેનથી બે વિધાર્થીઓ વડોદરા પરત ફર્યા

આ પણ વાંચોઃUkraine Russia war: પોલેન્ડ આજે પણ ભારતનું ઋણ ભૂલ્યું નથી, વિઝા વિના વિદ્યાર્થીઓને પરવાનગી

ટેરનોપિલ શહેરમાં અભ્યાસ કરતા હતા

ઋત્વિક બોબડીયા અને રોનીલ ભટ્ટ યુક્રેનના ટેરનોપિલ શહેર ખાતે આવેલી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા હતા. ટેરનોપિલ સીટી કિવીથી 500 કિલોમીટર દૂર આવેલી છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને લઈને બંને વિદ્યાર્થીઓ યુક્રેનમાં (2022 Russia Ukraine War) ફસાયા હતા. ભારતના ઓપરેશન ગંગા અંતર્ગત બંને વિદ્યાર્થીઓને રેસ્ક્યુ (Russia Ukraine War Update) કર્યા હતા. તેમને વિશેષ વિમાન દ્વારા દિલ્હી લાવવામાં આવ્યા હતા. જે બાદ બંને વિદ્યાર્થીઓ દિલ્હીથી હવાઈ માર્ગે વડોદરા એરપોર્ટ આવી પહોંચ્યા હતા. ભારત પરત ફરી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચોઃહિટલરથી ડર્યા વગર પોલેન્ડના 600 બાળકોને બચાવનાર જામ દિગ્વિજયસિંહ....

યુક્રેનની સ્થિતિ વિશે વાત કરી

વડોદરા એરપોર્ટ પર બંને વિદ્યાર્થીઓના પરિવારજનો અને પૂર્વ આર્મી ઓફિસરોએ તેમને આવકાર્યા હતા. વડોદરા આવી પહોંચેલા બંને વિદ્યાર્થીઓએ યુક્રેનમાં (Russia Ukraine war) પરિસ્થિતિ ઘણી ગંભીર હોવાનું જણાવ્યું હતું. સાથે સાથે કેન્દ્ર સરકારે ઓપરેશન ગંગા હાથ ધરી જે રીતે ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવી રહ્યા છે. તેને લઈને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details