વડોદરાથી બેંગલુરુ અને દિલ્હીની વધુ બે નવી ડોમેસ્ટિક ફ્લાઈટ શરુ કરાઈ હોવાની મળતી માહિતી મુજબ વડોદરા ઉદ્યોગપતિઓ અને વેપારીઓના પ્રતિનિધિ મંડળે તાજેતરમાં જ નાગરિક ઉડ્ડયન પ્રધાનને મળીને વડોદરાથી વહેલી તકે ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરુ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી.
વડોદરાથી બેંગલુરુ અને દિલ્હીની 2 નવી ડોમેસ્ટિક ફ્લાઈટ શરુ કરાઇ - Vadodara Latest News
વડોદરાઃ શહેરમાં વડોદરા બેંગલુરુ અને દિલ્હીની વધુ 2 નવી ડોમેસ્ટિક ફ્લાઈટ શરુ કરાઈ હતી, પરંતુ હજુ પણ ઇન્ટરનેશલ ફ્લાઈટની કોઈ જ સુવિધા નથી. જેથી વડોદરાથી મુંબઈ અને અમદાવાદથી ઇન્ટરનેશનલ કનેક્ટેડ ફ્લાઇટનો સહારો લેવા માટે લોકો મજબૂર બન્યાં હતા.
![વડોદરાથી બેંગલુરુ અને દિલ્હીની 2 નવી ડોમેસ્ટિક ફ્લાઈટ શરુ કરાઇ વડોદરાથી બેંગ્લોર અને દિલ્હીની 2 નવી ડોમેસ્ટિક ફ્લાઈટ શરુ કરાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5245382-thumbnail-3x2-porbandar.jpg)
વડોદરાથી દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ વચ્ચે રોજની 10થી વધુ ફ્લાઈટ છે. જેમાં બીજી બે ફ્લાઈટનો ઉમેરો થયો છે અને સુવિધામાં વધારો થયો છે. વડોદરાવાસીઓને દિલ્હી અને બેંગલુરુની વધુ 2 ફ્લાઈટના કારણે અન્ય ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશન માટે કનેક્ટિંગ ફ્લાઈટના વધુ કેટલાક વિકલ્પો ઉપલબ્ધ થયા છે.
વડોદરા શહેરના લોકોને નવી ડોમેસ્ટિક ફ્લાઈટની ભેટ મળી છે. દિલ્હીથી સવારે સાત વાગ્યે ઉડાન ભરીને આ ફ્લાઈટ વડોદરા ખાતે સવારે 8ઃ40 આવશે અને વડોદરાથી સવારે 9ઃ15 ઉડાન ભરીને સવારે 10ઃ55ને દિલ્હી પહોંચશે.આ ફ્લાઈટ રોજ ઉપલબ્ધ રહેશે. જેથી વડોદરાની જનતાને વધુ 2 ડોમેસ્ટિક ફ્લાઈટની ભેટ મળી છે.