- દુકાનદારને પોલીસે મારતા વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાઇરલ
- દુકાનમાં પહોંચેલા પોલીસ કર્મીઓએ દુકાનદારને ઢોર માર માર્યો
- માંજલપુર પોલીસ સ્ટેશનના 2 જવાનો સામે ઇન્કવાયરી બાદ સસ્પેન્ડનો નિર્ણય લેવાયો
વડોદરા:જિલ્લામાં માંજલપુર પોલીસ સ્ટેશનના 2 જવાનો દ્વારા દુકાનદારને માર મારવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જેનો વીડિયો વાયરલ થતા સમગ્ર મામલો પોલીસના ઉચ્ચ અધિકારીઓના ધ્યાને આવ્યો હતો. સમગ્ર ઘટના સપાટી પર આવ્યાના ગણતરીના કલાકોમાં માંજલપુર પોલીસ સ્ટેશનના બે જવાનોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:સરકારના નિયમ પ્રમાણે દુકાનો-ધંધા ચાલુ રાખજો, 3 વાગ્યા પછી દુકાન ખુલ્લી હશે તો થશે કાયદેસરની કાર્યવાહી: DGP
પોલીસ કર્મીઓએ દુકાનદાને માર્યો માર
વડોદરા શહેરના વડસર બ્રીજ નજીક દુકાનો આવેલી છે. જ્યાં એક પાનનો ગલ્લો પણ આવેલો છે.રાત્રીના 10 વાગ્યા બાદ પણ આ પાનનો ગલ્લો ખુલ્લો હતો. જેથી માંજલપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ઠાકોરભાઇ અને હરીશ ચૌહાણ ત્યાં પહોંચ્યાં હતા આ બન્ને પોલીસ કર્મીઓએ દુકાનદારને પહેલા તો ઉપરા છાપરી લાફા ઝીંક્યાં, ત્યારબાદ તેને જમીન પર પછાળી લાતો મારી હતી. ત્યાર બાદ પોલીસ કોન્સ્ટેબલે દુકાનનું શટર ખોલી દુકાનદારને બહાર કાઢી ફરી ઢોર માર માર્યો હતો. જોકે પોલીસ કર્મીઓના મારથી થાકી ચુકેલા દુકાનદારે તેમની સામે હાથ જોડ્યા છતાંય તેઓ માર મારતા રોકાયા ન હતા.
આ પણ વાંચોચ:આનંદ દાળવડાની દુકાન પર લાઈન લાગતા સિલ કરાઈ
માંજલપુર પોલીસ સ્ટેશનના 2 જવાનોને સસ્પેન્ડ કરાયા
સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ એક્શનમાં આવ્યા હતા અને પ્રથમ બંને સામે તપાસના આદેશો આપી દેવામાં આવ્યા હતા, ત્યાર બાદ બંને જવાનોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. પોલીસ બની રોફ ઝાડતા લોકો માટે આ કિસ્સો ઉદાહરણ સમાન છે. ડિપાર્ટમેન્ટ દ્વારા લેવામાં આવેલા કડક પગલાને કારણે ભવિષ્યમાં પોલીસ કર્મી રોફ ઝાડતા પહેલા વિચારશે તેવું માનવામાં આવી રહ્યું છે.