ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં ACBએ 2 કોન્સ્ટેબલોને લાંચ લેતા રંગેહાથે ઝડપ્યા - bribe

વડોદરા: જિલ્લામાં આવેલા કરજણ ટોલનાકા પાસે બે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા લાંચ લેવાની ઘટના સામે આવી છે. જેમાં ભેંસ સહિત પશુઓ ભરેલી ટ્રકને પોલીસ કોન્સ્ટેબલ દ્વારા રોક્યા બાદ ગુન્હો દાખલ નહીં કરવા માટે 10 હજારની લાંચ સ્વીકાર્યા બાદ ફરી 20 હજારની લાંચ લેતા ACB દ્વારા રંગેહાથ ઝડપાયા હતા.

વડોદરામાં 2 કોન્સ્ટેબલો લાંચ લેતા રંગેહાથે ઝડપ્યા

By

Published : Apr 17, 2019, 1:29 PM IST

મળેલી માહિતી પ્રમાણે કરજણ ટોલનાકા પાસેથી થોડા દિવસો પહેલા ત્યાંથી પસાર થતી કરજણ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સંજય માછી અને વિક્રમ કપ્તાને એક ટ્રક રોકી હતી. આ ટ્રકમાં ભેંસ સહિતના પાડા હોવાથી બંને કોન્સ્ટેબલે ટ્રકના ચાલકને ધમકાવ્યો હતો અને પશુઓને મારીને કતલખાને લઈ જાય છે, તારી સામે કેસ કરવો પડશે વગેરે વાત કરી હતી. જોકે બાદમાં આ ટ્રકના ચાલક તેમજ અન્ય સામે કેસ નહીં કરવા માટે બંને કોન્સ્ટેબલે 30 હજારની માંગણી કરી હતી.

આ રકમ પૈકી ૧૦ હજાર વિક્રમને જે-તે સમયે આપ્યા હતાં તેમજ બાકીની રકમ પછી આપી જવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે આ બનાવમાં બાકીની રકમ માટે જ્યારે લેવડ-દેવડ કરવામાં આવી ત્યારે ACB દ્વારા કરજણ હાઈવે પર છટકું ગોઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ આ લાંચીયા કર્મચારીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. જેમાં બંને પોલીસ કર્મચારીઓ તેમજ ખાનગી વ્યક્તિ સહિત ત્રણ શખ્સની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details