ગુજરાત

gujarat

ETV Bharat / state

આજવા સરોવરની પાઇપલાઇનમાં ભંગાણ, હજારો લીટર પાણનો વેડફાટ - VDR

વડોદરા: જિલ્લાના સિકંદરપુરા ગામ પાસેથી આજવા સરોવરની પાણીની લાઇનનો મેઇન વાલ્વ અચાનક બપોરના સમયે લીક થયો હતો. વાલ્વ લીકેજ થતા અંદાજીત 15 ફૂટ ઊંચા ફુવારા સાથે અઢી કલાક સુધી પાણીનો વેડફાટ થયો હતો.

પાઇપ લાઇન તૂટતા અઢી કલાક સુધી થયો પાણીનો વેડફાટ....

By

Published : Jul 20, 2019, 3:18 PM IST

એક તરફ વરસાદના કોઇ એંધાણ નથી. લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. ત્યા સિકંદરપુરા ગામમાં આજવા સરોવરની મેઇન લાઇનનો વાલ્વ લીકેજ થતાં બહોળા પ્રમાણમાં પાણીનો વેડફાટ થયો હતો.

15 ફૂટ ઊંચા ફુવારા સાથે અઢી કલાક સુધી પાણીનો બગાડ થયો હતો. કલાકો સુધી પીવાના પાણીનો બગાડ થતા જોઇને સ્થાનિકોએ તંત્રને જાણ કરી હતી. પાલિકાને જાણ થતા કર્મચારીઓ સ્થળ પર પહોંચી વાલ્વનું સમારકામ કરી પાણીનો વેડફાટ અટકાવ્યો હતો.

આજવા સરોવરની પાઇપલાઇનમાં ભંગાણ, હજારો લીટર પાણનો વેડફાટ

આવી વિકટ પરિસ્થિતીમાં પાલિકા સામે શહેરીજનોએ રોશની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે પાલિકાને સવાલ કરતાં કહ્યું હતું કે, શહેરીજનોને ક્યારે ચોખ્ખુ પાણી પીવડાવશો?

તંત્રની બેદરકારી અને ભ્રષ્ટતંત્રની નિષ્કાળજીને લીધે હજારો ગેલન પીવાના પાણીનો વેડફાટ થયો હતો. જો કે મોડેે મોડે જાગેલા તંત્રએ સ્થળ પર પહોંચીને વાલ્વનું સમારકામ કરીને પાણીના પ્રવાહને બંધ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details