વડોદરા:શહેરની 17 વર્ષીય ડીંકલ ગોરખા જેનો એક પગ અશક્ત છે અને તાજેતરમાં શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કિકબોક્સિંગ પ્રેસિડન્ટ કપ યોજાયો (17 year old Dinkle from Vadodara wins Gold) હતો. જેમાં ડીંકલે ભાગ લીધો હતો અને ગુજરાત ચેમ્પિયનશિપ જીતી (gold medal Player Vadodara) ત્યારે તેના ટીકાકારોને ચૂપ કરી દીધા હતા. ડિંકલ ગોરખાએ પ્રેસિડેન્ટ કપમાં લાઈટ કોન્ટેક્ટ એક બોક્સિંગ ફાઇનલમાં તેના પ્રતિસ્પર્ધીઓને હરાવ્યા હતા અને ચેમ્પિયન બની હતી.
ડીંકલ સાથે વાતચીત કરતા જણાવ્યું કે:ડીંકલ ગોરખા એ જણાવ્યું કે મેં કિક બોક્સિંગની લાઈટ કોન્ટેકમાં ભાગ લીધો હતો અને મેં દિવસમાં ત્રણ થી ચાર કલાક તૈયારી કરતી હતી. અને મારા હરીફોને હરાવીને ગુજરાત કિક બોક્સિંગ લાઈટ કોન્ટેકટ જીતી છે. આ ઇવેન્ટમાં મહિલા કેટેગરીમાં તે આગવું સ્થાન ધરાવી ગૌરવ વધાર્યું છે.
2009માં ખમખ્વાર અકસ્માત થયો: આ અંગે ડીંકલ જણાવ્યું હતું કે 14 વર્ષ પૂર્વે કાનપુરમાં હું અને મારી માતા બંને બસમાં જઈ રહ્યા હતા દરમ્યાન અકસ્માત સર્જાયો હતો. જેમાં મને અને મારી માતાને ગંભીર ઇજાઓ પોહચી હતી. મારી માતાના બંને પગ જતા રહ્યા (Sports Sector vadodara) હતા અને મને પણ ડાબા પગમાં ગંભીર ઇજાઓ થઈ હતી. હજુ પણ તે ઇજાઓ ના ઘા દેખાઈ રહ્યા છે.
માતાએ પોતાના બંને પગ ગુમાવ્યા:મારી માતાને પગમાં અકસ્માતમાં બંને પગ ગુમાવ્યા હતા. પરિવારને સાંભળી શકે તેવું કોઈ ન હતું જેથી માતાએ પોતાના બંને પગ ગુમાવ્યા હતા અને ડીંકલને પણ પગમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત ના કારણે માતાએ બુટલેગરનો માર્ગ અપનાવ્યો હતો. પરંતુ સમય જતાં ડીંકલ પોતાની માતાને ગેરકાયદે ધંધો છોડી દેવા અને સન્માન જનક જીવવા સમજાવી કહ્યું કે આજ થી સન્માન જનક રીતે જીવીશું ત્યારથી માતાએ આ ધંધો છોડી દીધો હતો.