વડોદરા: જે દરમિયાન ચોક્કસ વાતની વાળી ટ્રક આવી પહોંચતા તપાસમાં રહેલી ટીમે ટ્રકને રોકી ટ્રક ચાલક પાસે ટ્રકમાં લોડિંગ કરેલ સામાન વિશે પૂછપરછ કરી હતી. તે સમય દરમિયાન ટ્રક ચાલક માર્બલ ભરીને લઈ જતા હોવાનું જણાવ્યું હતું. પરંતુ ટ્રકમાં તલાસી લેતા તેમાં માર્બલની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટી માત્રામાં જથ્થો જણાઈ આવ્યો હતો.
આ પણ વાંચો:Covid-19 Case Update: રાજ્યમાંથી કોરોનાના 51 કેસ સામે આવ્યા, 18 માસનું બાળક પણ કોવિડ પોઝિટિવ
માર્બલની આડમાં વિદેશી દારૂનો જથ્થો: માર્બલની બિલ્ટી બતાવી પોલીસની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ ટ્રક ડ્રાઈવરનો પ્રયાસ: આજરોજ અમદાવાદ તરફથી એક ટ્રક રાજસ્થાનથી મોટી માત્રામાં ભારતીય એક બનાવટના વિદેશી દારૂનો જથ્થો માર્બલની આડમાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વડોદરા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ચોક્કસ બાકીના આધારે અજોડ ગામ પાસે વોચ ગોઠવી દીધી હતી. ડ્રાઇવરે પોલીસનાં જવાનોને જણાવ્યું હતું કે, ટ્રકમાં માર્બલ ભરીને લઈ જઈએ છીએ. ટ્રક ચાલકે માર્બલની બીલટી બતાવી હતી. પરંતુ પોલીસનાં જવાનોએ ટ્રકની તલાસી લેતાં માર્બલની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થો જણાઈ આવ્યો હતો. જેમાં દારૂની 125 નંગ પેટી તેમજ બીયરના પાઉચ 5376 આમ કુલ રૂપિયા 5,24,400 નો ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. તેમજ માર્બલ અને ટ્રક સહિત લાકડનો મુદ્દામાલ કબજે કરી ત્રણ જેટલા રાજસ્થાની આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
ડ્રાઇવર અને ક્લીનરની ધરપકડ: જાણવા મળતી માહિતી મુજબ આ ટ્રક અમદાવાદ થી વડોદરા તરફ આવી રહી હતી. તે સમય દરમિયાન વડોદરા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે મળેલી માહિતીના આધારે વોચ ગોઠવી દીધી હતી. ચોક્કસ બાતમીવાળી આ ટ્રક આવી પહોંચતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો અને ટ્રક ચાલક દેવનાથ કેસુનાથ યોગી રહે જેથી ગામ, જિલ્લો ભીલવાડા, રાજસ્થાન, અને રામસિંગ જાલમસિંહ ચૌહાણ રહે રાતિતલાઈ ગામ, જિલ્લો રાજસમન, રાજસ્થાન અને રામસિંગ જાલમસિંહ ચૌહાણ રહે રાતિતલાઈ, ગામ જીલ્લો રાજસમન, રાજસ્થાન ની ધરપકડ કરી હતી અને તેઓની સામે વડોદરા જિલ્લાના મંજુસર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધી આ ઝડપાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુનો દાખલ કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો:Ahmedabad news: 'પત્નીના પહેલા લગ્ન ચાલુ છે, તેથી આ લગ્ન કાયદેસર નથી' એવા આક્ષેપથી પતિ ભરણપોષણમાંથી છટકી શકે નહીં: કોર્ટ
વિદેશી દારૂનો જથ્થો મોકલનાર વોન્ટેડ જાહેર: વડોદરા જિલ્લા એલસીબીના જવાનોએ ઝડપાયેલ ટ્રક ચાલક અને ક્લિનરની વધુ કડકાઈથી પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો હરીસિંગ રાજપૂતે રહે વાગોલગામ,જી. રાજસમન, રાજસ્થાન નાઓએ આ જથ્થો ભરી આપ્યો હતો અને જે વડોદરા એક્સપ્રેસ હાઈવે ક્રોસ કર્યા બાદ ફોન કરીને તેઓ આગળનું લોકેશન જણાવશે તેવું જણાવ્યું હતું. જો કે હરિસિંહ ચાવડાને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરી દીધા છે. આમ, આજરોજ એલસીબીની ટીમે આ કડક કાર્યવાહી કરતાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો વેપલો કરતાં ઈસમોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
ત્રણ ઈસમો સામે કાનૂની કાર્યવાહી: વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પી.આઈ. કૃણાલ પટેલે આ ઘટના અંગે જણાવ્યું હતું કે, આજરોજ ચોક્કસ બાતમીદાર પાસેથી મળેલી બાતમીને આધારે એલસીબીની ટીમ દ્રારા મારબલ ભરેલી ટ્રકમાં મારબલની આડમાં લઈ જવાતા ભારતીય બનાવટનાં વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે અને ઝડપાયેલા ત્રણ ઈસમો સામે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ જથ્થો ભરી આપનાર ઈસમને વોન્ટેડ જાહેર કરી તેને પણ ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.