વડોદરામાં જમીનને લગતી પરવાનગીઓનું ઓપન હાઉસમાં વિતરણ - vadodara news
વડોદરા: શહેરમાં જમીનને લગતી વિવિધ પરવાનગીઓનો ઓપન હાઉસ યોજાયો હતો. 157 હુકમો અને 32 ઇન્ટિમેશનનું અરજદારોને રૂબરુ વિતરણ કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ જમીનને લગતી પરવાનગીઓનાં ઓપન હાઉસ કાર્યક્રમમાં 157 હુકમો અને 32 ઇન્ટિમેશનનું અરજદારોને રૂબરુ વિતરણ કરવામાં આવ્યું હતું.NA સહિતની જમીનને લગતી બાબતોનાં ઓનલાઈન અને પારદર્શક,ઝડપી અમલ માટે રાજ્ય સરકારનાં નિર્ણયો અને વ્યવસ્થાઓ પ્રમાણે વડોદરા કલેક્ટર કચેરીમાં ઓપન હાઉસનું સમયાંતરે નિયમિત આયોજન કરવામાં આવે છે.
આજના ઓપન હાઉસમાં ઓનલાઈન NA અને IORA એપ્લિકેશનનાં સંદર્ભમાં કલમ 65, 65એ, 65ખ, 63aa, 43 પ્રીમિયમ તેમજ નવી અને અવિભાજ્ય શરતોનાં પ્રીમિયમનાં કેસોનું નિરાકરણ થવાને અંતે અરજદારોને નિયમ અનુસાર આદેશો અને ઇન્ટિમેશનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.