- સાવલીના નમીસરા ગામે 14 વર્ષની સગીરા પર પિતાએ દુષ્કર્મ આચર્યું
- સમગ્ર પંથકમાં મચ્યો ખળભળાટ
- નરાધમ પિતાને ભાદરવા પોલીસે ઝડપી પાડ્યો
સાવલી તાલુકાના નમીસરા ગામમાં 14 વર્ષીય સગીરા પર પિતાએ આચર્યુ દુષ્કર્મ
વડોદરા: સાવલી તાલુકાના નમીસરા ગામમાં રહેતા દિવાન પરિવારમાં પિતા છેલ્લા 9 માસથી પોતાની 14 વર્ષની સગીર દીકરીને હવસનો શિકાર બનાવતો હતો. પીડિતા માસિક ધર્મમાં ન આવતા મુંઝવણમાં રહેતી હતી. જેથી માતાએ તેની પૂછપરછ કરતા પીડિતાએ પિતાે તેની સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનું જણાવ્યું હતું.
નરાધમ પિતાએ જાનથી મારી નાખવાની ધમકી આપી
પીડિતાની માતાએ પતિને આ અંગે ઠપકો આપતા નરાધમ પતિએ આ બાબતે કોઇને જાણ કરીશ તો તને, તારી છોકરી અને પુત્રને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ભાદરવા પોલીસે પણ ભારે સતર્કતા દાખવીને આરોપી પિતાની ઝડપીને કોરોના ટેસ્ટ કરાવી અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે, જ્યારે સમગ્ર બનાવની ખબર વાયુવેગે પ્રસરી જતા નરાધમ પિતા સામે તાલુકા જનો ફિટકાર વરસાવતા જોવા મળી રહ્યા છે અને સૌ તાલુકાજનો એક સાથે નરાધમ પિતાને સખતમાં સખત સજા મળે તેવી માગ કરી રહ્યા છે.