વડોદરાજિલ્લાના પાદરા નજીક ગોવિંદપુરા ગામે (Village Govindpura near Padra) મુસ્લિમ સમાજનો ધાર્મિકપ્રસંગ હતો. જેમાં દૂધની ખીર આપવામાં આવી હતી. જે લીધા બાદ બાળકો, મહિલા સહિત 130 જેટલા લોકોને ઝાડા - ઉલટી થતા તેઓને (food poisoning) તાત્કાલિક પાદરાની સરકારી હોસ્પિટલમાંખસેડવામાં આવ્યા હતા.
ધાર્મિક પ્રસંગપાદરા નજીકના પુરા વિસ્તારમાં રાત્રિના 10:30 કલાકે મુસ્લિમ સમાજનો (Muslim community) એક ધાર્મિક પ્રસંગ હતો. જેને નિયાઝ કહેવામાં આવે છે જેમાં નાના બાળકો, મહિલાઓ સહિત 130 જેટલા લોકોને ખીર જમ્યા બાદ ઝાડા- ઉલટીની અસર જોવા મળી હતી. જેથી તેઓને પાદરાની સરકારી હોસ્પિટલ ખાસ એક ખસેડવામાં આવ્યા હતા. અને 60 જેટલા દર્દીને આઉટડોર કરી 63 જેટલા દર્દીને ઈન્ડોર કરવામાં આવ્યા અને છ જેટલા દર્દીને જીવન જ્યોત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.