ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં 13 કર્મચારીઓ કોરોનાં સંક્રમિત, આરોગ્ય તંત્રમાં દોડધામ

પાદરા તાલુકામાં કોરોના પોઝિટિવ કેસનો વધારો જોવા મળ્યો છે. પાદરા નગરનાં ચોકસી બજારમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા શાખામાં એક સાથે 13 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો છે. બેંકની આ શાખાને બંધ કરી આરોગ્ય વિભાગ દ્વારા સેનેટાઇઝ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

વડોદરા
વડોદરા

By

Published : Mar 6, 2021, 8:05 PM IST

  • પાદરા તાલુકામાં કોરોનાં વિસ્ફોટ થતા ખળભળાટ મચ્યો
  • ચોકસી બજારની SBI શાખાના 13 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
  • તંત્રમાં દોડધામ મચી

વડોદરાઃ પાદરા તાલુકામાં કોરોના પોઝિટિવ કેસનો વધારો જોવા મળ્યો છે. પાદરા નગરનાં ચોકસી બજારમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા શાખામાં એક સાથે 13 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો છે. બેંકની આ શાખાને બંધ કરી આરોગ્ય વિભાગ દ્વારા સેનેટાઇઝ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

બેંકના બ્રાન્ચ મેનેજર સહિત કાયમી અને હંગામી કર્મચારીઓ કોરોનાં સંક્રમિત થયા

SBI બેંકનાં બ્રાન્ચ મેનેજર સહિત 13 જેટલા કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં 9 કાયમી કર્મચારી અને 4 હંગામી કર્મચારીઓનો સમાવેશ થાય છે. શાખામાં ચેક ક્લિયરનિંગ અને સરકારી ચલણ સિવાય બધી કામગીરી બંધ કરવામાં આવી છે. ગ્રાહકોને તેમના બેંકના કામકાજ માટે અન્ય શાખામાં જવા માટે બેંકની બહાર બોર્ડ લગાવવામાં આવ્યું છે. ગ્રાહકોને અગવડ ઉભી ના થાય તે માટે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની બીજી શાખા અરિહંત કોમ્પ્લેક્ષ ખાતેની શાખામાં સુવિધા ઊભી કરવામા આવી છે.

ABOUT THE AUTHOR

...view details