વડોદરા: ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે લોકો ભયભીત બન્યા છે. જેને લઈ તંત્ર દ્વારા સાવચેતીના પગલારૂપે વિવિધ કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા છે. જેમાં નાગરીકોને કોરોના વાયરસ સહિત બીજી કોઈ મુશ્કેલી સામે કેવી રીતે સાવચેતી લઈ શકાય તે માટે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. જેમાં એમ.એસ.યુર્નિવસિર્ટી કેમ્પસમાં આવેલી એક્સપરીમેન્ટલ સ્કુલમાં ભણતા વિદ્યાર્થીઓને 108ના કર્મચારીઓ દ્વારા ફર્સ્ટ એડની તાલીમ આપવામાં આવી હતી.
વડોદરાની એક્સપેરિમેન્ટલ સ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 108 દ્વારા ફસ્ટ એડની તાલીમ અપાઈ - એમ.એસ.યુર્નિવસિર્ટી
વડોદરા: શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી એક્સપેરિમેન્ટલ સ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 108 દ્વારા ફસ્ટ એડની તાલીમ આપવામાં આવી હતી.
વડોદરા
જેમાં કોઈ દુર્ઘટના બને ત્યારે કેવી રીતે સાવચેતીના પગલાં લેવા અને જેને દુર્ઘટનાનો ભોગ બને તેને પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી તે અંગેની તાલીમ આપવામાં આવી હતી. હાલમાં વધી રહેલા કોરોના વાયરસ સામે કેવી રીતે માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવો તે બાબતની જાણકારી 108ના તબીબો દ્વારા શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.