વડોદરાશહેરમાં દિવાળી (diwali festival) કે નવા વર્ષે કોઈ ઇમરજન્સી સેવાની જરૂર પડે તો લોકોએ ગભરાવવાન કોઈ જરૂર નથી. કારણ કે, 108 ઈમરજન્સી (Health Emergency Service in Vadodara) સેવાએ 1 બેકઅપ વાહન સહિત 43 વાહનો તહેનાત કર્યા છે. આ સેવા પ્રકાશ પર્વ દિવાળી (diwali festival) અને નૂતન વર્ષમાં આરોગ્ય અને જીવન રક્ષા કરવા સતર્ક અને સુસજ્જ છે. એટલે 9 વાહનો વેન્ટિલેટર સહિતની સુવિધાઓથી અને 33 વાહનો બેઝિક લાઈફ સપોર્ટ સિસ્ટમથી સજ્જ કરવામાં (108 emergency ambulance service in vadodara) આવ્યા છે.
તહેવારોમાં લોકોને નહીં પડે અગવડ દિવાળી (diwali festival) અને નૂતન વર્ષે લોકો પોતાના સ્વજનો સાથે ખરીદી કરવા અને મળવા બહાર નીકળે છે. ત્યારે કોઈ અણબનાવ બને તો તેને તાત્કાલિક પહોંચી વળવા માટે 108 ઈમરજન્સી એમ્બુલન્સ (Health Emergency Service in Vadodara) સેવાએ વિશેષ સુવિધા રાખી છે. આ તમામ સંજોગોમાં બીમારીઓ, અકસ્માતો, દાઝવા અને વાગવાની ઈજાઓ અને આરોગ્યની કટોકટીના સંજોગો સર્જાવાની શક્યતા રહે છે. ત્યારે બારે માસ અને 24 કલાક સેવા આપતી 108 એમ્બુલન્સના કર્મચારીઓ લોકો તહેવાર નિશ્ચિત ઉજવી શકે તે માટે તહેવારોમાં ખડેપગે સેવા પૂરી પાડશે.
108 એમ્બુલન્સની વિશેષ સુવિધા સુરક્ષા વધારતી EMRI ગ્રીનઈ.એમ.આર.આઈ.ગ્રીન હેલ્થ સર્વિસીઝના છત્ર હેઠળ 108 સેવાના વડોદરા એકમે (108 emergency ambulance service in vadodara) કયા પ્રકારની બિમારીઓ, ઈજાઓ, દાઝવાના બનાવો ઇત્યાદિનું પ્રમાણ કેટલું વધી શકે એનો અનુભવ અને વિગત વર્ષોના સ્ટેટીસ્ટીક્સ આધારિત અંદાજ બાંધીને તહેવારોમાં આરોગ્ય અને જીવનની રક્ષા કરવાની સતર્કતા અને સુસજ્જતા વધારી છે.
સાધન સામગ્રી સાથે વાહનો સજ્જ108નું લક્ષ્ય જીવન રક્ષા એ માર્ગદર્શક સૂત્રનો ઉલ્લેખ કરતાં વડોદરા એકમના પ્રબંધક બિપીન ભટેરિયાએ જણાવ્યું હતું કે, વિવિધ પ્રકારની આરોગ્ય કટોકટી આ સમયગાળામાં વધે (108 emergency ambulance service in vadodara) છે. એવા અનુભવને આધારે વડોદરા 108 એ તેના વાહનો અને કર્મચારીઓને જરૂરી સાધન, સુવિધાઓ સાથે સજ્જ રાખ્યા છે.
બેકઅપ વાહન પણ તૈયાર તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તહેવારો દરમિયાન આ સેવાના કુલ 42 વાહનો શહેર જિલ્લાના નિર્ધારિત પોઇન્ટ પર તહેનાત (108 emergency ambulance service in vadodara) રહેશે., જ્યારે સંજોગોવસાત કોઈ વાહન ખોટકાય તો તેની જગ્યા લેવા એક બેકઅપ વાહન રાખવામાં આવ્યું છે. આમ, 108ના કુલ 43 વાહનો આરોગ્ય અને જીવનરક્ષકની ભુમિકામાં સજ્જ (108 emergency ambulance service in vadodara) છે. આ પૈકી 9 જેટલાં વાહનો વેન્ટિલેટર સહિતના તબીબી ઉપકરણોથી સજ્જ આઈ.સી.યુ.ઓન વ્હીલ્સ જેવા છે. જ્યારે અન્ય 33 વાહનો જીવન રક્ષા માટે જરૂરી પાયાની સાધન સામગ્રીથી સજ્જ છે.
બીમારીને લઈ સેવામાં 108વર્ષ દરમિયાન આવતા દિવાળી (diwali festival), ઉત્તરાયણ, હોળી જેવા વિવિધ તહેવારોમાં માંદગી અને આરોગ્યની કેવા પ્રકારની કટોકટીના પ્રમાણમાં કેટલો વધારો થઈ શકે એનો દાખલો પણ સેવા ગણી લે છે અને તે પ્રકારે સતર્કતા રાખવામાં આવે છે. આ કટોકટીઓને 21 શ્રેણીઓમાં અલગ તારવવામાં આવી છે. દાખલા તરીકે દિવાળી (diwali festival)એ ખાનપાનનો તહેવાર હોવાથી આ સમયમાં પેટના દુખાવાની ઘટનાઓ જે સામાન્ય દિવસોમાં 8.93 ટકા જેટલી રહે એ દિવાળીના દિવસે વધીને 11 ટકા, બેસતા વર્ષના દિવસે ઘટીને 3 ટકા અને ભાઈબીજના દિવસે ફરી વધીને 14 ટકા થવાની શક્યતા રહે છે. એ જ રીતે ડાયાબિટીસ અને હાઇપોગ્લાયસેમિયાના કેસો બેસતા વર્ષ, ભાઈબીજના દિવસે વધી શકે.
તહેવારનો ઉજવણી સુરક્ષાપૂર્વક કરોવાહન અકસ્માત, પડવા વાગવા અને દાઝવા ની ઈજાઓ થવાની શક્યતા આ દિવસોમાં સામાન્ય દિવસો કરતાં સારી એવી વધી શકે છે. અહર્નિશ જીવન રક્ષા સેવા એ 108નો સંકલ્પ (108 emergency ambulance service in vadodara) છે. તેમ જ દિવાળીમાં સેવા ધર્મ નિભાવવા આ સેવા સુસજ્જ છે. તેની સાથે નાગરિકોને પણ આ પર્વને જરૂરી કાળજી અને તકેદારી સાથે ઉજવવા અનુરોધ કરે છે.