વડોદરા:શહેરની મેડિકલ કોલેજના ઇતિહાસમાં ગૌરવનું અનોખું પ્રકરણ (10 MBBS students Vivekananda Scholarship)ઉમેરાયું છે. અહીં MBBSનું શિક્ષણ મેળવતા 10 વિદ્યાર્થીઓની વિવેકાનંદશિષ્યવૃત્તિ(Vivekananda Scholarship) માટે પસંદગી થઈ છે. જે પહેલીવાર બન્યું છે. અમેરિકામાં ન્યૂયોર્ક સ્થિત વિવેકાનંદ સ્ટડી એન્ડ ફિલાન્થ્રોપીક સેન્ટર દ્વારા પસંદ થયેલા તબીબી વિદ્યાર્થીઓને (Vadodara Medical College) તેના હેઠળ MBBSનો અભ્યાસ સંપન્ન થતાં સુધી દર વર્ષે 800 અમેરિકન ડોલર( રૂપિયા 60,000 અંદાજે)નો વજીફો મળશે જે તેમને વિદ્યાભ્યાસ આગળ વધારવામાં ખૂબ મદદરૂપ બનશે. જે પ્રત્યેક વર્ષે બે હપ્તામાં આ રકમ પસંદ થયેલા વિદ્યાર્થીઓના ખાતામાં જમા થશે જેના માટે તેમને એસબીઆઈનું બેંક ખાતું ખોલાવવું પડશે.
આ પણ વાંચોઃMukhyamantri Scholarship Scheme : ધોરણ 10 બાદ આ વિદ્યાર્થીઓને મળશે લાભ, જાણો...
SSG સુપરિટેન્ડ શું કહે છે -પસંદગીની પ્રક્રિયા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રંજન કૃષ્ણ ઐયરે જણાવ્યું કે ધર્મ કે કોમનો ભેદ રાખ્યા વગર માત્ર ને માત્ર વિદ્યાભ્યાસમાં તેજસ્વીતા,પરિવારની આર્થિક નબળાઈ અને આધ્યાત્મિક વિચારોમાં આસ્થાના માપદંડોને આધારે નિષ્પક્ષ અને પારદર્શક રીતે લાયક વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં( New York VSPC)આવે છે. આ તબીબી વિદ્યાર્થીઓએ દર વર્ષે સારા ગ્રેડ સાથે ઉત્તીર્ણ થવાનું રહેશે.