મિર્ઝાપુર : વિંધ્યાચલ પોલીસ સ્ટેશન વિસ્તારના સરરોઈ ગામ પાસે ગુરુવારે સાંજે ચીસાચીસ સાંભળવા મળી હતી. જ્યારે એક ટ્રકે પાછળથી પ્રવાસીઓથી ભરેલી મીની બસને ટક્કર મારી દીધી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે મિની બસમાં મુસાફરી કરી રહેલા 10 શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત થયા હતાં. અકસ્માતની માહિતી મળતાની સાથે જ વિંધ્યાચલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તમામ ઘાયલોને તેમના વાહનમાં વિજયપુર સરરોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઈ જવાયા હતાં. પ્રાથમિક સારવાર બાદ તમામ ઇજાગ્રસ્તને સઘન સારવાર માટે પ્રયાગરાજ રિફર કરવામાં આવ્યા હતાં.
યુપીના મિર્ઝાપુરમાં માર્ગ અકસ્માતમાં ગુજરાતના 10 શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત, તમામ પ્રવાસીઓ સુરક્ષિત - મા વિંધ્યાવાસિનીના દર્શન
યુપીના મિર્ઝાપુરમાં એક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મિની બસમાં મુસાફરી કરી રહેલા ગુજરાતના 10 શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત થયા હતાં. તેઓને પ્રયાગરાજની હોસ્પિટલમાં સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે.
Published : Nov 30, 2023, 8:40 PM IST
વડોદરા જિલ્લાના શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત :અકસ્માત અંગે વધુમાં જણાવવામાં આવી રહ્યું છે કે ઘાયલ થયેલા તમામ શ્રદ્ધાળુઓ ગુજરાતના વડોદરા જિલ્લાના રહેવાસી છે. તે બધાં એક મિની બસમાં સવાર થયાં અને અયોધ્યા અને વારાણસીમાં કાશી વિશ્વનાથના દર્શન કર્યા પછી મા વિંધ્યાવાસિનીના દર્શન કરવા મિર્ઝાપુરના વિંધ્યાચલ પહોંચ્યાં હતાં. મા વિંધ્યવાસિનીની પૂજા કર્યા પછી તેઓ પ્રયાગરાજ જઈ રહ્યા હતા. આ દરમિયાન વિંધ્યાચલ પોલીસ સ્ટેશન વિસ્તારના સરરોઈ ગામ પાસે એક બાઇક સવાર અચાનક ટ્રકની સામે દેખાયો. જેને બચાવવા ટ્રક ચાલકે અચાનક બ્રેક લગાવી દીધી હતી. જેના કારણે પાછળથી આવી રહેલી શ્રદ્ધાળુઓની બસ અથડાઈ પડી હતી.
તમામ શ્રદ્ધાળુઓની હાલત સારી : વિંધ્યાચલ પોલીસ સ્ટેશનના પ્રભારી દયાશંકર ઓઝાએ જણાવ્યું કે આ શ્રદ્ધાળુઓ 26 નવેમ્બરે ગુજરાતથી લખનૌ આવ્યા હતાં. આ પછી અયોધ્યા અને વારાણસીની મુલાકાત અને મા વિંધ્યવાસિનીની પૂજા કર્યા પછી તેઓ પ્રયાગરાજ જઈ રહ્યા હતાં. દરમિયાન સરરોઈ ગામ પાસે શ્રદ્ધાળુઓની બસને ટ્રકે ટક્કર મારી હતી. માહિતી મળતાં જ તમામ ઘાયલોને સરકારી વાહનમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. પ્રાથમિક સારવાર બાદ તમામને ખાનગી વાહન દ્વારા પ્રયાગરાજ રીફર કરવામાં આવ્યા છેઅને દરેકની હાલત સારી છે.