વડોદરા :વડોદરા શહેરના છેવાડે આવેલા તરસાલી બાયપાસ પાસેના સેવા તીર્થ આશ્રમ (Roof of Seva Tirth Ashram Collapse) ખાતે વહેલી સવારે છતનું પ્લાસ્ટર ધરાશાયી થયું છે. જેમાં ત્રણ મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી. તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જે પૈકી ગંભીર રીતે ઇજા પામેલી એક મહિલાનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.
છત તૂટી પડતાં દોડધામ મચી - તરસાલી બાયપાસ પાસે સેવા તીર્થ નામનો આશ્રમ (Vadodara Seva Tirth Ashram) આવેલો છે. જે આશ્રમમાં માનવ સેવાનું કામ કરવામાં આવે છે. આશ્રમમાં ગૌશાળા તેમજ માનસિક અસ્વસ્થ લોકોની પણ સેવા કરવામાં આવે છે. રવિવારે સવારે આ આશ્રમની છત તૂટી પડતાં અફરાતફરી મચી ગઇ હતી. ધડાકા સાથે છત તૂટી પડતાં આસપાસ રહેતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જે દરમિયાન લોકોને ઘટનાની જાણ થતાં સ્થળ પર દોડી ગયા હતા. દોડી ગયેલા લોકોને ત્રણ મહિલાઓ દટાઇ હોવાની જાણ થતાં બચાવ કામગીરી શરૂ કરી હતી.
સેવાતીર્થ આશ્રમમાં 1 મહિલાનું મૃત્યુ થતાં પોલિસનો કાફલો પહોંચ્યો આ પણ વાંચો :Building Collapses in Bharuch : બંબાખાનામાં મકાન ધરાશાયી થતાં શોકનો માતમ છવાયો
સમારકામ શરૂ થાય તે પહેલા દુર્ઘટના -વહેલી સવારે બનેલી આ ઘટનામાં જયશ્રી ઠક્કર, ભદ્રા જોશી તેમજ ઇલા ઠક્કરને છતના કાટમાળથી ઇજા પહોંચી છે. તરત જ ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન ગંભીર ઇજાગ્રસ્ત ભદ્રા જોશીનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. મહિલાનું મૃત્યુ નિપજ્તા વિસ્તારમાં ગમગીનીફેલાઇ ગઇ હતી.
આ પણ વાંચો :Road building department: તળાજામાં બ્રિજ તૂટતા 35 ગામ સંપર્ક વિહોણા: કનુ બારૈયા
મકરપુરા પોલીસે લીધી મુલાકાત - આ અંગે મકરપુરા પોલીસ (Makarpura Police Station) સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જીગ્નેશ પટેલ તેમજ પોલીસ સ્ટાફના જવાનોએ સ્થળની મુલાકાત લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સેવાતીર્થ આશ્રમ તરસાલીના ટ્રસ્ટી પુરૂષોત્તમ પંચાલે જણાવ્યું હતું કે, આ ઘટના વહેલી સવારે 7 વાગ્યાના સુમારે બની હતી. જર્જરિતથઇ ગયેલી છતનુ (Roof Collapses in Vadodara) સમારકામ આગામી ટૂંક સમયમાં શરૂ કરવાનું હતું. પરંતુ છતનુ સમારકામ શરૂ થાય તે પહેલાં આ દુર્ઘટના સર્જાઈ છે. આ બનાવમાં આશ્રમના ભદ્રા જોશીનું મૃત્યુ નીપજ્યું હતું. જો કે, બનાવ અંગે મકરપુરા પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.