- સાવલીના લાંછનપુરા ગામેથી પસાર થતી મહીસાગર નદીમાં યુવક તણાયો
- નદીમાં ન્હાવા ગયેલા 2 મિત્રોમાંથી 1 યુવક પાણીમાં તણાઈ ગયો
- મિત્રની નજર સામે જ મિત્ર ઉંડા પાણીમાં ગરકાવ થયો
વડોદરાઃ સાવલી તાલુકાના લાંછનપુરા ગામ પાસે આવેલી મહીસાગર નદીમાં 2 મિત્રો ન્હાવા ગયા હતા. તે દરમિયાન 2માંથી 1 ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો 18 વર્ષીય વિદ્યાર્થી નદીમાં તણાઈ ગયો હતો. જોકે, સ્થાનિક તરવૈયા અને વડોદરા ફાયરબ્રિગેડની ટીમ નદીમાં ગુમ થયેલા યુવકની તપાસ કરી રહી છે.
સાવલીના લાંછનપુરા ગામેથી પસાર થતી મહીસાગર નદીમાં યુવક તણાયો આ પણ વાંચોઃકપરાડાના ખડકવાળ ગામે કોલક નદીના બ્રિજ ઉપરથી બાઈક ચાલક તણાયો પાણીનું વહેણ વધુ હોવાથી યુવક તણાયો
વડોદરા શહેરના હરણી પીએન્ડટી કોલોનીમાં રહેતો મૂળ દાહોદ જિલ્લાનો વતની 18 વર્ષીય યશવંતસિંહ ડામોર તેના માતાપિતા ઘરે ન હોવાથી તેના મિત્ર સ્ટિઓન સાથે રવિવારે બપોરે લાંછનપુરા ગામ પાસે રસુલપુરમાં આવેલી મહીસાગર નદીમાં ન્હાવા માટે ગયો હતો. તે દરમિયાન પાણીનું વહેણ વધુ હોવાથી યશવંત પાણીમાં ગરકાવ થઈ તણાઈ ગયો હતો. જોકે, તેનો મિત્ર સ્ટિઓન તરત નદીની બહાર આવી જતા તે બચી ગયો હતો.
મિત્રની નજર સામે જ મિત્ર ઉંડા પાણીમાં ગરકાવ થયો યશવંતના મિત્ર સ્ટિઓને બૂમાબૂમ કરી સ્થાનિકોને ભેગા કર્યા
યશવંત નદીમાં ડૂબી જતાં સ્ટિઓને બૂમ પાડી હતી, જેથી સ્થાનિક ગ્રામજનો એકત્ર થઈ ગયા હતા અને આ બનાવની જાણ સ્થાનિક તરવૈયાઓને કરી હતી. બનાવ અંગે ગુમ થયેલા યશવંત ડામોરના પરિવારજનો પણ સ્થળ પર દોડી આવ્યા હતા.
મિત્રની નજર સામે જ મિત્ર ઉંડા પાણીમાં ગરકાવ થયો આ પણ વાંચોઃપોરબંદરના ઠોયાણા ગામે પુલ પરથી પગ લપસતા ખેડૂત પાણીમાં તણાયો, ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ
પ્રવાસન સ્થળો પર સહેલાણીઓ માટે પ્રતિબંધ છતાં આ ઘટનાથી તંત્ર ઉંઘતું ઝડપાયું
કોરોના મહામારી દરમિયાન પ્રવાસન સ્થળો પર પ્રતિબંધ છે તેમ છતાં વડોદરા જિલ્લાના પ્રવાસન સ્થળો પર લોકો પહોંચી રહ્યા છે. તેવામાં લાંછનપુરા ગામમાં રસુલપુર પાસેથી પસાર થતી નદીમાં મિત્ર સાથે ઘરે જાણ કર્યા વિના ન્હાવા ગયેલો 18 વર્ષીય યુવાન ઉંડા પાણીમાં ગુમ થઈ ગયો હતો. એટલે તંત્ર ઉંઘતું ઝડપાયું હતું.
માતાપિતા બહાર ગયા હોવાથી યશવંત મિત્ર સાથે બહાર ગયો હતો માતાપિતા બહાર ગયા હોવાથી યશવંત મિત્ર સાથે બહાર ગયો હતો
આ અંગે મળતી માહિતી અનુસાર, મૂળ દાહોદ જિલ્લાના ફતેહપુરા તાલુકાના વાંઘડ (હાલ રહે. હરણી પીએન્ડટી કોલોની વડોદરા)ના પારસિંગભાઈ ડામોરે જણાવ્યું હતું કે, તેઓ દાહોદ ખાતે ગયા હતા. મારો પૂત્ર યશવંત ડામોર ઘરે એકલો હતો. તે દરમિયાન તેનો મિત્ર સ્ટિઓન બજારમાં જવાનું કહી નદીમાં ન્હાવા લઈ ગયો હતો. તે દરમિયાન તેમનો પૂત્ર તણાઈ ગયો હતો.