વડોદરા:વડોદરા શહેરમાં રોજબરોજ સાયબરક્રાઇમ ની ઘટનાઓનો વધુ વ્યાપ જોવા મળી રહ્યો છે. નોંધાયેલ ફરિયાદ મુજબ શહેરના(cyber crime in vadodara) અલકાપુરી વિસ્તારમાં આવેલ નિર્માણ સોસાયટીમાં રહેતા અને વડોદરા મેડિકલ કોલેજના ડીન (cyber crime with Retired Dean)પદેથી નિવૃત્ત થયેલા કમલ જયંતીલાલ પાઠક સાથે 1 લાખ 42 હજારની ઓનલાઇન ઠગાઇ થયાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
ડેબિટ કાર્ડની વિગતો માંગી:વડોદરા મેડિકલ કોલેજના નિવૃત્ત ડીન કમલ પાઠકે ફરિયાદમાં જણાવ્યું છે કે, 22 ઓક્ટોબર 2022ના રોજ સવારે 11 વાગ્યે તેમના મોબાઇલ પર ફોન આવ્યો હતો. જેમાં સામેવાળાએ પોતાની ઓળખ ફોન પે કસ્ટમર સર્વિસમાંથી અવિનાશ મલ્હોત્રા તરીકે આપી હતી. તેમજ જણાવ્યું હતું કે, તમારુ SBI બેંકનું ક્રેડિટ કાર્ડ બંધ કરવાનું છે. તેથી તમારા ડેબિટ કાર્ડનો નંબર આપો. જેથી નિવૃત્ત ડીન કમલ પાઠકે ડેબિટ કાર્ડનો નંબર આપ્યો હતો.