ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના મહામારીમાં સિવીલ હોસ્પિટલ, અંતિમધામમાં સતત સેવા આપી રહ્યા છે યુવાનો - અંતિમધામ માં સેવા આપતા યુવકો

શહેરના વિવિધ કાર્યકર્તાઓ કોરોના મહામારીમાં સિવીલ હોસ્પિટલ અને અંતિમધામમાં સતત સેવા આપી રહ્યા છે. જેમાં સેવાભાવી સંસ્થાઓ ઉપરાંત RSSના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.

કોરોના મહામારીમાં સિવીલ હોસ્પિટલ, અંતિમધામમાં સતત સેવા આપી રહ્યા છે યુવાનો
કોરોના મહામારીમાં સિવીલ હોસ્પિટલ, અંતિમધામમાં સતત સેવા આપી રહ્યા છે યુવાનો

By

Published : May 4, 2021, 4:31 PM IST

મહામારીમાં લોકોની મદદ કરતા યુવાનો

કોરોનાના દર્દીઓને ભોજન પહોંચાડે છે

સ્મશાનમાં પણ આપી રહ્યા છે સેવાઓ

ગાંધીનગર : છેલ્લા એક સપ્તાહથી 14 જેટલા કાર્યકર્તાઓ સવારે 9 થી રાત્રે 8 સુધી કોવિડ હોસ્પિટલ તેમજ ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં પોતાની સેવા આપી રહ્યા છે. ગાંધીનગર સિવીલ હોસ્પિટલ અને સેક્ટર-30ના અંતિમધામમાં પોતાની પરવા કર્યા વિના સતત સેવા આપી રહ્યા છે. જેમાં મોટાભાગના RSSના કાર્યકર્તાઓ છે. જેઓ જમવાનું પહોંચાડવાથી લઈને, મેડિકલ સેવા સહિતનું સામાજિક કાર્ય કરી રહ્યા છે.

સિવિલમાં રાત્રે સ્વયંસેવક હેલ્પ ડેસ્ક પર રાત્રે 8થી સવારે 6 સુધી સેવા આપી રહ્યા છે

કોવિડ વોર્ડમાં કોરોનાના દર્દીઓને ભોજન પહોંચાડવું, ડેસ્ક ઉપર દર્દીઓની નોંધણી કરવી, શબઘરમાં વ્યવસ્થા માટે મેડિકલ સ્ટાફને મદદ સહિતની વિવિધ કામગીરીમાં સ્થાનિક તંત્ર સાથે સંકલનમાં રહીને તેમની જરૂરિયાત મુજબ સેવા આપી રહ્યા છે. સિવિલમાં દરરોજ રાત્રે બે સ્વયંસેવક હેલ્પ ડેસ્ક પર રાત્રે 8 થી સવારે 6 સુધી સેવા આપી રહ્યા છે. આ સેવા કાર્ય આગામી સમયમાં જરૂર હશે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે.

મુક્તિધામ અંતિમધામમાં ખડે પગે ઉભા રહી સેવા આપી રહ્યા છે

આ ઉપરાંત સેક્ટર-30માં આવેલા અંતિમધામમાં ગાંધીનગર જિલ્લાના વિવિધ ગામોના 06 જેટલા સ્વયંસેવકો છેલ્લા એક સપ્તાહથી સ્થાનિક તંત્ર સાથે મળીને વિવિધ સેવા આપી રહ્યા છે. થોડા દિવસ પહેલા સેક્ટર-30 અંતિમધામના સંચાલક દ્વારા અંતિમધામમાં સેવા આપી શકે તેવા યુવાનો-લોકોને સેવા આપવા અપીલ કરી હતી જેના ભાગરૂપે સ્વયંસેવકો આ સેવા યજ્ઞમાં જોડાયા છે. તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગાંધીનગરના નગર કાર્યવાહક દિપક પ્રજાપતિએ કહ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details