ગુજરાત

gujarat

ETV Bharat / state

અમેરિકામાં આણંદના ભાદરણના રહેવાસી યુવકની લૂંટમાં હત્યા - આણંદના યુવકની અમેરિકામાં હત્યા

અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં વધુ એક ગુજરાતીની હત્યાનો બનાવ સામે આવ્યો છે. આણંદના ભાદરણના યુવાન કિંશુક હરેશભાઈ પટેલની લૂંટના ઇરાદે આવેલા અશ્વેત યુવાનોએ હત્યા કરી છે.

અમેરિકામાં ભાદરણના રહેવાસી યુવકની લૂંટમાં હત્યા
અમેરિકામાં ભાદરણના રહેવાસી યુવકની લૂંટમાં હત્યા

By

Published : May 20, 2021, 8:54 PM IST

લૂંટના ઇરાદે આવેલા અશ્વેત યુવાનોએ ગુજરાતી યુવકની હત્યા કરી

ભાદરણના સ્ટોરમાં લૂંટ ચલાવી

અમેરિકાના ન્યુયોર્કમાં પરિવાર સાથે સ્થાયી થયો હતો ભાદરણનો યુવાન

સ્ટોર બંધ કરવાના સમયે લૂંટારુંઓ સ્ટોરમાં ઘૂસ્યા હતા

ઝપાઝપી દરમિયાન ગુજરાતી યુવકને માથામાં બોથડ પદાર્થ મારી કરી હત્યા

આણંદ: અમેરિકામાં અશ્વેત યુવાનો દ્વારા લુંટના ઈરાદે ભારતીયોને લક્ષ્યાંક બનાવવામાં આવે છે. ત્યારે અમેરિકાના ન્યુયોર્કમાં વધુ એક ગુજરાતીની હત્યા થઈ હોવાનો બનાવ બન્યો છે. બોરસદ તાલુકાના ભાદરણ ગામના અને અમેરિકામાં સ્થાયી થયેલા યુવકને સ્ટોર બંધ કરવાના સમયે ત્રાટકેલા અશ્વેત યુવાનોએ લુંટ કરવાનો પ્રયાસ કરતા યુવકે લુંટારુઓનો પ્રતિકાર કરતા યુવકે માથામાં બોથડ પદાર્થ મારી ગંભીર ઈજાઓ કરી હત્યા કરી ફરાર થઈ જતા આ બનાવને લઈને અમેરીકામાં વસતા ગુજરાતી પરિવારોમાં શોક પ્રસરી જવા પામ્યો છે.

અમેરિકામાં ભાદરણના રહેવાસી યુવકની લૂંટમાં હત્યા

અમેરિકામાં ચિંતાજનક રીતે વધી રહ્યા છે ગુજરાતીઓની હત્યાના બનાવ

અમેરિકામાં ભાદરણના રહેવાસી યુવકની લૂંટમાં હત્યા

મળતી વિગતો અનુસાર મૂળ ભાદરણ ગામના કિંશુક હરેશભાઈ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી પોતાના પરિવારસાથે અમેરીકામાં સ્થાયી થયા છે અને ન્યુર્યોકમાં તેઓ સ્ટોર ચલાવતા હતા,રાત્રીના સુમારે કિંશુક પટેલ સ્ટોર બંધ કરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે અશ્વેત લુંટારુઓ લુંટ કરવાના ઈરાદે સ્ટોરમાં ઘુસ્યા હતા અને લુંટ કરવાનો પ્રયાસ કરતા કિંશુક પટેલે લુંટારુઓનો પ્રતિકાર કરતા લુંટારુઓએ કિંશુક પટેલને માથામાં બોથડ પદાર્થ મારતા ગંભીર ઈજાઓ થઈ હતી. અને જેને લઈને કિંશુક પટેલનું મોત નીપજ્યું હતું. કિંશુકની હત્યા થવાની ઘટનાને લઈને ન્યુયોર્ક પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે લુંટારુઓ હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયા હતા.

અમેરિકામાં ભાદરણના રહેવાસી યુવકની લૂંટમાં હત્યા

આ ઘટનાના સમાચાર ભાદરણ ગામે કિંશુક પટેલના સગાવ્હાલાઓને મળતા અરેરાટી સાથે શોક પ્રસરી ગયો હતો. અમેરિકામાં ગુજરાતી યુવકોની હત્યાના બનાવ ચિંતાજનક રીતે વધી રહ્યા છે.

અમેરિકામાં ભાદરણના રહેવાસી યુવકની લૂંટમાં હત્યા

ABOUT THE AUTHOR

...view details