કીમ રેલવે સ્ટેશને ટ્રેનની અડફેટે આવતા 14 વર્ષીય સગીરનું મોત
સગીરને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત
કીમ રેલવે સ્ટેશને ટ્રેનની અડફેટે આવતા 14 વર્ષીય સગીરનું મોત
સગીરને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત
પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનું પોસ્ટ મોર્ટમ સહિત જરૂરી કાર્યવાહી હાથ ધરી
સુરત: આ અંગે જાણવા મળતી વિગત મુજબ કીમ રેલવે સ્ટેશન નજીક કિ.મી 289/15-17 પાસે કીમ સાંઈરામ કોમ્પ્લેક્સ બાજુમાં રહેતા જયકીશન નન્હેલાલ તિવારી 14 નું ટ્રેન અડફટે મોત થયું હતું.કીમ રેલવે સ્ટેશને દક્ષિણ રેલવે અપલાઈન પર ટ્રેન નં 09093 પોરબંદર એક્સપ્રેસ ટ્રેન અડફટે ઉપરોક્ત સગીરને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.જેથી ઘટના સ્થળેજ તેનું કમકમાટીભયું મોત નીપજ્યું હતું.અકસ્માત અંગે જાણ થતાં કોસંબા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ભૂપતસિંહ કેવળસિંહ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.