આ ઘટનાની જાણ છાત્રાલયના સંચાલકો અને ગ્રામજનોને થતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભોગ બનેલા દિનેશના મૃતદેહને ભિલોડા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા બાદ ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડૉ. ચૌધરીએ મોત વીજ કરંટથી નીપજ્યું હોવાનું પ્રાથમિક તારણ આપ્યું હતું.
ભિલોડાના વેજપુરમાં છાત્રાલયના રસોઈ કામદારનું વીજ કરંટથી મોત - gujaratinews
અરવલ્લી: જિલ્લામાં આવેલા ભિલોડા તાલુકાના વેજપુર ગામમાં કુમાર છત્રાલયમાં રસોઈ કામ કરતા 40 વર્ષિય દિનેશનું વીજ કરંટ લાગતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ કુમાર છાત્રાલય બહાર ઝાડ પરથી વીજ તાર પસાર થતો હતો. જેનો કરંટ લાગતા દિનેશનું મોત નિપજતા વેજપુર ગામમાં શોકની લાગણી પ્રસરી હતી.
ભિલોડાના વેજપુરમાં છાત્રાલયના રસોઈ કામદારનું વીજ કરંટથી મોત
આ અંગે ભિલોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો રજિસ્ટર કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Last Updated : Jul 23, 2019, 12:01 PM IST