● તૌકતે વાવાઝોડાએ મહિલાનો લીધો ભોગ
● ઘરની બહાર ખુલ્લામાં સૂતેલા પરિવાર માટે વીજથાંભલો આફત બન્યો
● વૃક્ષ વીજવાયરો પર પડતા થાંભલો પડ્યો
● ઘરના અન્ય સભ્યોનો આબાદ બચાવ થયો
● તૌકતે વાવાઝોડાએ મહિલાનો લીધો ભોગ
● ઘરની બહાર ખુલ્લામાં સૂતેલા પરિવાર માટે વીજથાંભલો આફત બન્યો
● વૃક્ષ વીજવાયરો પર પડતા થાંભલો પડ્યો
● ઘરના અન્ય સભ્યોનો આબાદ બચાવ થયો
પાટણ: સમગ્ર શહેરમાં તૌકતે વાવાઝોડાને પગલે વાતાવરણમાં પલટો આવ્યો છે. દિવસ દરમિયાન આકાશ વાદળછાયું રહ્યા બાદ રવિવારે રાત્રે એકાએક ભારે પવન અને આંધી સાથે વરસાદ શરૂ થયો હતો. આ સમયે મોતીસા દરવાજા બહાર આવેલ હરીનગર વિસ્તારમાં રહેતા ભાઈલાલભાઈ રાવળ તેમના પત્ની સાથે ઘરની બહાર ખુલ્લામાં નાખી સુઈ ગયા હતા ત્યારે નજીકમાં જ આવેલી વીજળીનો થાંભલો ધડાકાભેર ધરાશાયી થઇ ખાટલા ઉપર પડતા ભગવતીબેન રાવળને ગંભીર ઇજાઓ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો: એક જ વરસાદમાં અમદાવાદમાં 30થી વધુ ઝાડ પડ્યા
બે કલાક સુધી વીજ પુરવઠો ખોરવાયો
ભારે પવનને કારણે વીજળીના થાંભલા નજીક આવેલ વૃક્ષ ધરાશાયી થયું હતું જે જીવંત વીજ વાયરો ઉપર પડતાં વાયરો ખેંચાતા વીજ થાંભલો પણ ધરાશાયી થયો હતો.આ સમયે જીવંત વાયરો જમીન પર પડતા ધાણીફૂટ અવાજથી આજુબાજુના લોકો ભયભીત બની ગયા હતા બનાવની જાણ વીજતંત્રના અધિકારીઓને કરાતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરી સમારકામ હાથ ધરી બે કલાક બાદ વીજ પુરવઠો પૂર્વવત કર્યો હતો.