ગુજરાત

gujarat

ETV Bharat / state

સરદાર સરોવર ડેમમાં પાણી છોડવાની અપાઈ મંજૂરી, 30 જૂન સુધી જરૂરિયાત મુજબ નર્મદાનું પાણી અપાશે - સરદાર સરોવર ડેમ

ઉનાળાની સીઝનમાં ખેડૂતો અને પશુપાલકોને જરુરિયાત મુજબ પાણી મળી રહે એ માટે નર્મદાની નહેરો, ફતેવાડી, સુજલામ સુફલામ, ખારી કટ કેનાલ અને સૌની યોજના દ્વારા નર્મદાનુ પાણી 30 જૂન  સુધી ખેડૂતોને આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. 

નીતિન પટેલ
નીતિન પટેલ

By

Published : May 13, 2021, 5:33 PM IST

Updated : May 13, 2021, 6:51 PM IST

  • રાજ્યના ખેડૂતો અને પશુપાલકો માટે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની મહત્વની જાહેરાત
  • ઉનાળાની સીઝનમાં પાણીની જરૂરીયાત સંતોષવા માટે નર્મદાની નહેરો, ફતેવાડી, સુજલામ સુફલામ, ખારીકટ કેનાલ અને સૌની યોજનામાં આપવામાં આવશે પાણી
  • 30 જૂન સુધી જરૂરીયાત મુજબ નર્મદાનું પાણી અપાશે : નીતિન પટેલ

ગાંધીનગર : રાજ્યમાં ઉનાળાની સીઝન ચાલી રહી છે ત્યારે ખેડૂતોને ખેતરમાં વાવણી માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ત્રણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે જેમાં 30 જૂન સુધી રાજ્યના ખેડૂતોને તથા પશુપાલકોને જરૂરિયાત મુજબ પાણીની ફાળવણી કરવા માટેની મંજૂરી રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપી છે.

નીતિન પટેલ

કેટલા પાણીનો થયો છે સંગ્રહ

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ જાહેરાત કરતા જણાવ્યુ છે કે, રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં આજે તારીખ 13 મેં 2021 ની સ્થિતિએ 123.38 મીટર લેવલ પાણીના જથ્થાનો સંગ્રહ થયેલો છે.આ પાણીનો રાજયના નાગરિકોને ઉનાળાની સિઝનમાં પીવાનુ પાણી પૂરૂ પાડવા અને ખેડૂતો-પશુપાલકો ના માટે યોગ્ય વપરાશ કરવા સમયબધ્ધ આયોજન કરાયુ છે.

ખેડૂતો અને પશુપાલકોને થશે લાભ

ઉનાળાની સીઝનમાં ખેડૂતો અને પશુપાલકોની પાણીની જરૂરીયાત સંતોષવા માટે નર્મદા કેનાલ દ્વારા નર્મદાના નીર થકી ખેડૂતો અને પશુપાલકો માટે પાણી પૂરું પાડવાના આશયથી નર્મદા કેનાલ, સુજલામ સુફલામ, ફતેવાડી , ખારી કટ તથા સૌની યોજનામાં સિંચાઇ વિભાગની જરૂરિયાત પ્રમાણે નર્મદા યોજનાનું પાણી આપવામાં આવશે. સિંચાઇ વિભાગ દ્વારા આ પાણી સુજલામ સુફલામ અને સૌની યોજના દ્વારા રાજ્યભરમાં જરૂર હશે ત્યાં આપવામાં આવશે. જેનો લાખો ખેડૂતો તથા પશુપાલકોને લાભ થશે.

Last Updated : May 13, 2021, 6:51 PM IST

ABOUT THE AUTHOR

...view details