મોરબીઃ વાંકાનેર તાલુકા પોલીસ ટીમે બાતમીના આધારે જોધપર ગામની ખારીમાંથી તથા લીંબાળાની ધાર પાસેથી ગોડાઉનમાંથી વિવિધ બ્રાંડની કુલ 103 પેટી બોટલ નંગ 2880 મળી કુલ રૂપિયા 5.13 લાખના મુદ્દામાલ સાથે રાજકોટના બુટલેગરને ઝડપી લેવાયો હતો અને અન્ય બે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
વાંકાનેર પોલીસે 5 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો - latest news of morbi
વાંકાનેર તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે જોધપર ગામની ખારીમાંથી તથા લીંબાળાની ધાર પાસેથી ગોડાઉનમાંથી વિવિધ બ્રાંડની કુલ 103 પેટી વિદેશી દારૂની બોટલ નંગ 2880 મળી કુલ રૂપિયા 5.13 લાખના મુદ્દામાલ સાથે રાજકોટના બુટલેગરને ઝડપી લેવાયો હતો અને અન્ય બે આરોપી સામે ગુનો નોંધ્યો છે.
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં દરમિયાન મળતી બાતમીને આધારે જોધપર ગામની ખારીમાંથી તેમજ લીંબાળાની ધાર પાસેના ગોડાઉનમાંથી ઈંગ્લીશ દારૂનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો. જેમાં વિવિધ બ્રાન્ડની કુલ 2880 ઈંગ્લીશ દારૂની બોટલ કિંમત રૂપિયા 5,13,600ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને દારૂના જથ્થા સાથે આરોપી ફિરોઝને ધરપકડ કરી હતી.
વાંકાનેર તાલુકા પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો જપ્ત કરી વધુ બે આરોપી નિર્મળ ઉર્ફે લાલો હંસરાજ માણેક (રહે. રાજકોટ જિલ્લા ગાર્ડન ચોક) અને ધવલ રસિક સાવલિયા (રહે. રાજકોટ કોઠારિયા મેઈન રોડ) વાળાના નામ ખુલતા તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.