ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ LCBએ રેતીની આડમાં દારૂની હેરાફેરી કરતા ડમ્પરને ઝડપી પાડ્યું, 12 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો - Valsad local crime branch

ડમ્પરની અંદર વેઇટ અને રેતી ભરી રેતીના થર નીચે દારૂની બોટલો છુપાવીને સુરત તરફ લઈ જવાઈ રહેલા 4 લાખ 38 હજાર રૂપિયાનો ભારતીય બનાવટનો દારૂ વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે વલસાડના ધરમપુર ચોકડી નજીકથી એક ડમ્પર સાથે ઝડપી પાડયો હતો. ડમ્પરમાં છુપાવીને લઈ જવામાં આવતા આ દારૂની બાતમી લોકલક્રાઈમ બ્રાન્ચને મળી હતી. જે મુજબ પોલીસે નાકાબંધી ગોઠવી આ ડમ્પરને ઝડપી પાડ્યો હતો.

વલસાડ LCBએ રેતીની આડમાં દારૂની હેરાફેરી કરતા ડમ્પરને ઝડપી પાડ્યો, 12 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
વલસાડ LCBએ રેતીની આડમાં દારૂની હેરાફેરી કરતા ડમ્પરને ઝડપી પાડ્યો, 12 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

By

Published : Aug 1, 2020, 7:23 PM IST

વલસાડ: જિલ્લા LCB પી.આઇ ડી.ટી.ગામીતને બાતમી મળી હતી કે, GJ-05-YY-9147 નંબરનું ડમ્પર વાપીથી સુરત તરફ જતા તેમાં અંદર ઈંટના રોટાને માટીના નીચે દારૂ હોવાની જાણકારી મળતા વલસાડ LCB ની ટીમે ધરમપુર ચોકડી પર વોચ ગોઠવી હતી.

વલસાડ LCBએ રેતીની આડમાં દારૂની હેરાફેરી કરતા ડમ્પરને ઝડપી પાડ્યો, 12 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

બાતમી અનુસાર, ચેકિંગ કરતા ભારતીય બનાવટ નો 4,38,000 ઈંગ્લીશ દારૂ મળી આવ્યો હતો. જેમાં ટોટલ 12,38,500 રૂપિયાનો મુદ્દામાલનો ઝડપાયો છે અને વલસાડ એલ.સી.બી એ ડમ્પર ચાલક અને ડમ્પર કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી રહી હતી.

વલસાડ LCBએ રેતીની આડમાં દારૂની હેરાફેરી કરતા ડમ્પરને ઝડપી પાડ્યું

નોંધનીય છે કે, સંઘપ્રદેશ દમણથી ગુજરાતમાં દારૂ લાવવા માટે અનેક બુટલેગરો સક્રિય છે અને અનેક બુટલેગરો દ્વારા અવનવી રીતો અપનાવીને અવનવા વાહનોમાં દારૂની હેરાફેરી કરવામાં આવે છે. પરંતુ તેમ છતાં પણ પોલીસની નજરથી બચાવીને તેઓ દારૂ ગુજરાતમાં લાવી શકતા નથી અને પોલીસ આખરે આ વાહનો પકડી પાડે છે.

ABOUT THE AUTHOR

...view details