વલસાડઃ જિલ્લા મહા દિન-પ્રતિદિન કોરોનાની મહામારીનો આંકડો વધતો જઈ રહ્યો છે. વલસાડ શહેરમાં પાલિકા અને ફાયર વિભાગને કોરોનાએ પોતાની ચપેટમાં લીધા બાદ જિલ્લા કલેક્ટરના ચાલકને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેને વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન કલેક્ટરના ચાલકે દમ તોડયો હતો. જેને પગલે સમગ્ર સરકારી વહીવટી તંત્રમાં ફફડાટ ફેલાયો છે. જો કે, તકેદારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરે પણ તાત્કાલિક કોરોના અંગેની મેડિકલ ટેસ્ટ કરાવતા તેમનો રિપોર્ટ નેગેટિવ આવતાં તંત્રએ હાશકારો અનુભવ્યો છે.
વલસાડ જિલ્લા કલેકટરના ડ્રાઇવરનું કોરોનાને લીધે મોત થતા ફફડાટ વલસાડ જિલ્લામાં શનિવારના રોજ નવા 19 જેટલા કેસો સામે આવ્યા છે. જેમાં એકનું મોત થયું છે જ્યારે 19 જેટલા લોકો સાજા થઇ જતા રજા આપી દેવામાં આવી છે, અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં કુલ 772 ઉપર કોરોનાનો આકડો પહોંચ્યો છે. મહત્વનું છે કે, વલસાડ નગરપાલિકામાં ચીફ ઓફિસર, ફાયરના અધિકારી, ચીફ એન્જિનીયર સહિત લોકોને કોરોના પોઝિટિવ આવતા 70 ટકાથી વધુ લોકો હોમક્વોરેન્ટાઇન થઇ ગયા છે.
જ્યારે થોડા દિવસ પહેલા જિલ્લા કલેકટરના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા બળવંત રાય રણછોડજી પટેલ રહેવાસી ચીખલી ચરી નિશાળ ફળિયા તબિયત લથડી હતી. જેને સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં વહીવટી તંત્રમાં ફફડાટ ફેલાયો છે. જો કે, તકેદારીના ભાગરૂપે જિલ્લા કલેકટર આર.આર રાવલે પણ તાત્કાલિક કોરોના રિપોર્ટ કરાવ્યો હતો અને તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો છે, પરંતુ ગત રોજ કલેકટરના ડ્રાઇવર બળવંત રાય રણછોડજી પટેલને સારવાર દરમિયાન મોત થતાં વહીવટીતંત્રમાં ગમગીનીની લાગણી ફેલાઇ છે.
મહત્વનું છે કે, વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં 9411 જેટલા કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા છે. જેમાં 86 39 નેગેટિવ આવ્યા છે. જ્યારે 772 જેટલા પોઝિટિવ આવ્યા છે. જિલ્લાની હોસ્પિટલમાં 134 જેટલા દર્દીઓ હાલ સારવાર હેઠળ છે, પરંતુ જિલ્લા કલેકટરના ડ્રાઇવરનું મોત થતાં વહીવટી તંત્રમાં પણ કોરોનાને લઈને ફફડાટ ફેલાયો છે.