ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠાના તલોદના તાજપુર ગામે DAP ખાતરની જગ્યાએ યુરીયા ખાતર નીકળ્યુ - Ordered DAP fertilizer for groundnut crop

સાબરકાંઠાના તલોદના તાજપુર ગામે સ્થાનિક ખેડૂતોએ મગફળીના પાક માટે DAP ખાતર મગાવ્યું હતું જોકે, તેથી વધારે બોરી DAP મંગાવી હતી. ખેડૂતોએ ખેતરમાં ખાતર નાખવાની શરૂઆત કરી તો DAPની જગ્યાએ યુરીયા ખાતર નીકળતા સમગ્ર વિસ્તારમાં ખેડૂતોએ ભારે હંગામો મચાવ્યો હતો.

સાબરકાંઠા
સાબરકાંઠા

By

Published : Aug 10, 2020, 2:48 PM IST

સાબરકાંઠાઃ ખેડ ખાતરને પાણી કિસાનની સમૃદ્ધિને લાવે તાણી જોકે સાબરકાંઠા જિલ્લા માટે આ યુક્તિ ખોટી પડે તેમ છે, સાબરકાંઠાના તલોદના તાજપુર ગામે ખેડૂતોએ DAP ખાતર મંગાવી જોકે DAPની જગ્યાએ યુરીયા ખાતર નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે હંગામો સર્જાયો છે. જોકે, અધિકારીઓની મીલીભગત યથાવત હોવાના પગલે હજુ સુધી કોઈપણ ઠોસ પગલાં લેવાયા નથી.

સાબરકાંઠાના તલોદના તાજપુર ગામે સ્થાનિક ખેડૂતોએ મગફળીના પાક માટે DAP ખાતર મંગાવ્યું હતું જોકે, તેથી વધારે બોરી BAP મંગાવી હતી.ખેડૂતોએ ખેતરમાં ખાતર નાખવાની શરૂઆત કરી તો DAPની જગ્યાએ યુરીયા ખાતર નીકળતા સમગ્ર વિસ્તારમાં ખેડૂતોએ ભારે હંગામો મચાવ્યો હતો. સ્થાનિક ખેડૂતોએ આ મામલે જિલ્લાના ખેતી તેમજ ખાતર વિભાગના તમામ અધિકારીઓને જાણ કરી હોવા છતાં અધિકારીઓએ માત્ર 80 જેટલી બોરીને સિલ કરવાનું કામ કરી મુશ્કેલ કામ કર્યું હોય તેવો ઘાટ ઘડ્યો હતો.

ખાતર સીઝ કરીને તમામ અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે જોકે, આટલું મોટું કારસ્તાન અને કૌભાંડ આચરનારા સામે જાણે કે, તમામ અધિકારીઓ બચાવ પક્ષમાં આવ્યા હોય તેમ કેમેરા સામે પણ કંઇ પણ બોલવાનો નનૈયો ભણ્યો હતો. તેમજ ખાતરની થેલી સીલ કરી ઘટના સ્થળેથી વિવિધ બહાનાં અંતર્ગત જિલ્લા બહાર હોવાની વાતો કરતા જણાયા હતા. જોકે, જગતના તાત માટે જાણે કે ખાતર મેળવવા માટે લાઈન લગાવવી તેમજ ડુબલીકેટ ખાતર કે, પછી અપેક્ષાથી વિપરીત ખાતર મેળવવા મજબૂર બનવાની સ્થિતિ નિર્માણ બનાવનાર આરોપીઓ સુધી ક્યારેય તંત્ર પહોંચ્યુ નથી, ત્યારે સ્થાનિક ખેડૂતોને ન્યાય ક્યારે મળશે તે સૌથી મોટો સવાલ છે.

જોકે અધિકારીઓ ઉપર ભ્રષ્ટાચાર મામલે રાખેલો વિશ્વાસ છેલ્લા કેટલાક સમયથી અયોગ્ય સાબિત થઇ રહ્યું છે, ત્યારે જોવું એ રહે છે કે, જગતના તાત સાથે કરાયેલા છેતરપિંડી આચરનારાઓને તંત્ર ક્યારે દંડિત કરશે કે, પછી હોતી હૈ ચલતી હે નીતિ અપનાવી આ વાતને પણ ભૂલી જશે.

ABOUT THE AUTHOR

...view details