વલસાડઃ જિલ્લાના પારડી ખાતે આવેલા મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં આજે બુધવારે સી.આર.પાટીલના અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આજે વહેલી સવારથી મુશળધાર વરસાદને લઈને અને કાર્યકર્તાઓ પોતાની સાથે વરસાદથી બચવા માટે છત્રી લઈને આવ્યા હતા. પરંતુ ઓડિટોરિયમમાં પ્રવેશતા પહેલાં તમામને છત્રી સાઈડ ઉપર મૂકવાની ફરજ પડી હતી અને કાર્યક્રમ પૂરો થયા બાદ જ્યારે તેઓ બહાર આવીને જોયું તો અનેક લોકોની છત્રીઓ ચોરાઈ ગઈ હતી.
સી.આર. પાટીલના કાર્યક્રમમાં આવેલા અનેક કાર્યકર્તાની છત્રીઓ ચોરાઈ
પારડી ખાતે આવેલા મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પ્રથમવાર સી. આર. પાટીલના અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી દ્વારા કરાયેલા આયોજનમાં સમગ્ર વલસાડ જિલ્લામાંથી અભિવાદન કરવા માટે અનેક સમાજના લોકો અનેક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
પારડી ખાતેના આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લામાંથી અભિવાદન કરવા માટે અનેક સમાજના લોકો અનેક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
વહેલી સવારથી મુશળધાર વરસાદ હોવાને કારણે લોકો વરસાદથી બચવા માટે પોતે પોતાની સાથે છત્રી લઈને આવ્યા હતા, પરંતુ ઓડિટોરિયમમાં પ્રવેશતા પહેલા આ છત્રીઓને બાજુ પર મૂકવામાં આવી હતી અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જ્યારે તેઓ બહાર આવ્યા તો તે સમયે પણ વરસાદ ચાલુ જ હતો, ત્યારે જનારા લોકો સાઇડ ઉપર મૂકેલી છત્રીમાંથી જે પણ હાથ લાગી એ છત્રી લઇને રવાના થઇ ગયા હતા. લોકોએ વિચાર્યું પણ નહીં કે, કોની છત્રી કોની પાસે જશે અને આમ અનેક લોકોની છત્રી ત્યાંથી ચોરાઈ ગઈ હતી. જેને લઈ છત્રી ચોરાયા બાદ છત્રી ચોરીનો ભોગ બનેલા અને કાર્યકર્તાઓ અને અગ્રણીઓ વરસાદમાં ભીંજાઇને જવાની ફરજ પડી હતી.