ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદ જિલ્લામાં 48 કલાકથી રસીકરણ ઠપ્પ, કુલ 5.20 લાખ જેટલા ડોઝ મુકવામાં આવ્યા - આણંદના કોરોના દર્દીઓ

આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં 5.2 લાખ જેટલા લોકો કોરોના રસીકરણનો લાભ લઇને સંક્રમણ સામે સુરક્ષિત બન્યા છે,ફક્ત મે માસના 13 દિવસમાં 49,126 જેટલા ડોઝ લોકોને મૂકવામાં આવ્યા છે અને જિલ્લામાં કોરોના સંક્રમણના જોખમને ઘટાડવામાં આવ્યું હતું.

જિલ્લામાં 48 કલાકથી રસીકરણ ઠપ્પ, કુલ 5.20 લાખ જેટલા ડોઝ મુકવામાં આવ્યા
જિલ્લામાં 48 કલાકથી રસીકરણ ઠપ્પ, કુલ 5.20 લાખ જેટલા ડોઝ મુકવામાં આવ્યા

By

Published : May 15, 2021, 10:42 PM IST

Updated : May 15, 2021, 11:01 PM IST

  • જિલ્લામાં કુલ 5.20 લાખ ડોઝ મુકવામાં આવ્યા
  • મે માસના 13 દિવસોમાં 49,126 ડોઝ મુકવામાં આવ્યા
  • બે દિવસમાં એકપણ નાગરિકને રસી આપવામાં આવી નથી
    જિલ્લામાં 48 કલાકથી રસીકરણ ઠપ્પ, કુલ 5.20 લાખ જેટલા ડોઝ મુકવામાં આવ્યા

આણંદ: કોરોના સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે સંક્રમણથી બચવા હવે માસ્ક, સોશીયલ ડિસ્ટનસિંગ સાથે રસીકરણ સૌ નાગરિકોને સુરક્ષા પૂરું પાડી રહ્યું છે,રાજ્યમાં કોરોના મહામારી સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે મદદરૂપ થતી અને વિશ્વ ના સહુથી મોટા રસીકરણ અભ્યાન ભારત દેશ માં શરૂ કરવામાં આવ્યું હતું, જે ઉમરના આધારે તબક્કાવાર પહેલા પ્રથમ પંક્તિના કોરોના યોધ્ધા અને બાદમાં પોલીસ, મીડિયાકર્મી, કોમોરબીડ દર્દીઓ ગંભીર પ્રકારની બીમારી વાળા લોકો 60 વર્ષથી મોટા,બાદમાં 45 વર્ષથી મોટી ઉંમરના લોકો અને એક મે થી 18 વર્ષથી મોટા લોકોને આ રસીકરણમાં કોરોના સામે રક્ષણ આપતી રસી મુકવામા આવી રહી છે.

જિલ્લામાં 48 કલાકથી રસીકરણ ઠપ્પ, કુલ 5.20 લાખ જેટલા ડોઝ મુકવામાં આવ્યા

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લોકો જાગૃત બન્યા

આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં 5.2 લાખ જેટલા લોકોએ કોરોના રસીકરણનો લાભ લઇને સંક્રમણ સામે સુરક્ષિત બન્યા છે,ફક્ત મે માસના 13 દિવસમાં 49,126 જેટલા ડોઝ લોકોએ રસી મુકાવીને કોરોના સંક્રમણના જોખમને ઘટાડ્યું હતું, જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના સંક્રમણ રોકેટ ગતિથી વધી રહ્યું છે. તેવામાં કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લોકો જલ્દી થી જલ્દી રસી મુકાવવા માટે જાગૃત બન્યા છે, શહેરી વિસ્તારો સાથે હવે ગ્રામ્ય સ્તરે પણ લોકો રસીકરણની પ્રક્રિયામાં ભાગ લેવા માટે લાઈનોમાં ઉભેલા જોવા મળે છે.

જિલ્લામાં 48 કલાકથી રસીકરણ ઠપ્પ, કુલ 5.20 લાખ જેટલા ડોઝ મુકવામાં આવ્યા

40 ડીગ્રી તાપમાનમાં લોકો રસીકરણ માટે ખાઇ રહ્યા છે ધક્કા

સરકાર દ્વારા એપ્રિલ માસની મધ્યમાં જાહેરાત કરવામાં આવી હતી કે, 1 મે થી 18 વર્ષથી મોટી ઉંમરના તમામ નાગરિકોને રસીકરણના અભિયાનમાં આવરી લેવામાં આવશે, ત્યારબાદ કોરોનાની બીજી લહેરમાં જે પ્રમાણે યુવાનો માટે કોરોના જીવલેણ સાબિત થઈ રહ્યો છે, તેવામાં ઘણા બધા 18 વર્ષ થી મોટી ઉંમરના નાગરિકો એ ઉમળકાભેર રસીકરણ માટે ઓનલાઈન નોધણી પણ કરવી દીધી હતી, અને 'પહેલી મે' ની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, રસીની રાહ જોઈ રહેલા આણંદ જિલ્લાના યુવાનોની આશા પર મે માસ ની શરૂઆતમાં જ પાણી ફરી વળ્યા હતા, જિલ્લામાં હાલ આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણની કામગીરી માં ફક્ત 45 વર્ષ કરતા મોટી ઉમરના વ્યક્તિઓ ને રસી આપવામાં આવી રહી છે, જે કામગીરી છેલ્લા 48 કલાકથી ઠપ્પ પડી છે.

જિલ્લામાં 48 કલાકથી રસીકરણ ઠપ્પ, કુલ 5.20 લાખ જેટલા ડોઝ મુકવામાં આવ્યા

આણંદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા 14 અને 15 મે દરમ્યાન એક પણ નાગરિકને રસી આપવામાં આવી નથી,જ્યારે જિલ્લામાં કોરોના મહામારી વધી રહી છે,તેવામાં 40 ડીગ્રી તાપમાન માં હોસ્પિટલ બહાર દર્દીઓને ખુલ્લી જગ્યામાં તંબુ બાંધી ને સારવાર લેવા મજબુર બનવું પડી રહ્યું છે, તેવામાં તંત્ર દ્વારા રસીકરણ ની કામગીરી પર બે દિવસથી લાગેલા પૂર્ણવિરામ એ જિલ્લાના નાગરિકોની ચિંતામાં વધારો કર્યો છે.

જિલ્લામાં 48 કલાકથી રસીકરણ ઠપ્પ, કુલ 5.20 લાખ જેટલા ડોઝ મુકવામાં આવ્યા

અત્યાર સુધીમાં કુલ 1,47,83,212 જેટલા ડોઝ અપાયા

મહત્વનું છે કે જે પ્રમાણે જિલ્લામાં લોકો રસી માટે જાગૃત બન્યા છે તેવામાં સ્થાનિક નેતાઓ,આગેવાનો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા શરૂઆત માં રસીકરણ માટે,મોટી જાહેરાતો સાથે શરુ કરવામાં આવેલ કેમ્પ અને જાગૃતિ અભિયાનો પણ ઠપ્પ થઈ ગયા છે,ઉલ્લેખનીય છે કે જે પ્રમાણે રસીકરણ ની કામગીરી બે દિવસ થી ઠપ્પ પડી છે તે વહેલી તકે શરૂ થાય તેવી જાગૃત નાગરિકોમાં ચર્ચા શરૂ થઇ છે.

જિલ્લામાં 48 કલાકથી રસીકરણ ઠપ્પ, કુલ 5.20 લાખ જેટલા ડોઝ મુકવામાં આવ્યા

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્ય સ્તરે પ્રસિધ્ધ કરવામાં આવેલી યાદીમાં 18 વર્ષથી 45 વર્ષના 31,301 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવી હોવાની જાણકારી પ્રસિદ્ધ કારવામાં આવી હતી, યાદીમાં પ્રસિદ્ધ કરવામાં આવેલી વિગત અનુસાર રાજ્યમાં આજે કોઇપણ વ્યક્તિને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો નથી. તે સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,47,83,212 જેટલા ડોઝ નાગરિકોને આપવામાં આવી ચુક્યા છે.

Last Updated : May 15, 2021, 11:01 PM IST

ABOUT THE AUTHOR

...view details