ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ શહેરની ખાનગી સહિતની તમામ હોસ્પિટલો મળી હાલમાં કુલ 191 બેડ ઉપલબ્ધ - SVP hospital of ahmedabad

હાઇકોર્ટની ટકોર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ નિયમો બદલી હોસ્પિટલમાં તમામ લોકોને જરૂરિયાત પ્રમાણે એડમીટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે, ત્યારે તમામ હોસ્પિટલો એ બેડની સુવિધાઓ અંગેની માહિતી પણ જાહેર કરી છે.

અમદાવાદ શહેર
અમદાવાદ શહેર

By

Published : May 3, 2021, 6:30 PM IST

  • અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
  • તમામ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે કેટલા બેડ ઉપલબ્ધ?
  • હોસ્પિટલોએ બેડની વ્યવસ્થા અંગેની માહિતી જાહેર કરી

અમદાવાદ: અમદાવાદ કોર્પોરેશન દ્વારા છેલ્લા એક વર્ષથી શહેરની તમામ હોસ્પિટલો કે જે આગળ કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવતી હતી ત્યારબાદ તબક્કાવાર રીતે કોરોના કેસમાં વધારો જણાતા પ્રાઇવેટ હોસ્પિટલ પણ ડેઝીગ્નેટ કરી અને નિદાન માટે પરવાનગી આપવામાં આવતી હતી પરંતુ અગાઉની પરિસ્થિતિ કરતાં હાલ કોરોના ની પરિસ્થિતિ એટલી વિકટ થઈ ગઈ છે કે અમદાવાદમાં એક પણ હોસ્પિટલમાં બેડ મળવો કે ઓક્સિજન મળવું મુશ્કેલ થઈ ગયું છે.

અમદાવાદ શહેરની ખાનગી સહિતની તમામ હોસ્પિટલો મળી હાલમાં કુલ 191 બેડ ઉપલબ્ધ

અમદાવાદની હોસ્પિટલમાં બેડની પરિસ્થિતિ

  • SVP હોસ્પિટલ 468 ઓક્સિજન +ICU
  • V.s હોસ્પિટલ 129
  • L.G હોસ્પિટલ 240
  • શારદાબેન હોસ્પિટલ 138
  • ખાનગ હોસ્પિટલ 4898
  • નર્સિંગ હોમ 1284
  • સિવિલ હોસ્પિટલ 2324
  • ESIC હોસ્પિટલ 47
    અમદાવાદ શહેરની ખાનગી સહિતની તમામ હોસ્પિટલો મળી હાલમાં કુલ 191 બેડ ઉપલબ્ધ

અમદાવાદ શહેરની આ તમામ હોસ્પિટલોમાં મળીને કુલ હાલ 9,528 બેડ ઉપલબ્ધ છે, ત્યારે એમાંથી 9,337 બેડ પર અત્યારે ટોટલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે કોર્પોરેશન સંચાલિત એક પણ હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ નથી, પરંતુ ખાનગી હોસ્પિટલ નર્સિંગ હોમ અને સિવિલ હોસ્પિટલમાં મળીને અમદાવાદ શહેરમાં અત્યારે 191 બેડ પૂરતા છે.

ABOUT THE AUTHOR

...view details